સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે શાળા બાળકોનો આરોગ્ય અને તપાસણી સેવા કેમ્પ યોજાયો..
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકા હેલ્થ વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં બાળકો માટે આરોગ્ય અને તપાસ કેમ્પોનું આયોજન કરાયું હતું સિહોર ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ર્ડો.જયેશ વંકાણીના માર્ગદર્શન હેઠળ સર.ટી.હોસ્પિટલ ભાવનગરની ટીમ દ્વારા વિધાર્થી બાળકોની તપાસણી હાથ ધરાઇ હતી જેમા બાળકોને જરૂરી તપાસ અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.