સિહોર સાધુ સમાજમાં રોષ, રજુઆત કરી આવેદન આપ્યું, પબુભા તલગાજરડા આવી બાપુની માફી માંગે તેવી માંગ

બ્રિજેશ ગૌસ્વામી
ગુરૂવારે સાંજે દ્વારકા ખાતે પૂ. મોરારીબાપુ ઉપર દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કરતા તેના સિહોર સાથે સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડયા છે. આજે પૂ. મોરારીબાપુનાં સમર્થનમાં મહુવા – તલગાજરડા વિરપુર ગામ સજજડ બંધ રહ્યા છે. અને આ ઘટના સામે આક્રોશ ઠાલવીને મહુવામાં મૌન રેલી યોજાઇ છે. મહુવા-ભાવનગર ભાવનગર : વિશ્વ વંદનીય આંતર રાષ્ટ્રીય કથાકાર પૂ. મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલા હુમલાનાં પ્રયાસની ઘટનામાં પૂ. બાપુનાં વતન તલગાજરડા સહિત સમગ્ર સિહોર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

સિહોર ખાતે આજે આવેદન અપાયું છે જેમાં પબુભા માણેક તલગાજરડા આવીને બાપુની માફી માંગે તેવી માંગ સિહોર સાધુ સમાજ દ્વારા કરવામાં આવી છે મોરારીબાપુ દ્વારા અગાઉ કોઇ કથામાં શ્રી કૃષ્ણ ભગવાન તેમજ તેમના ભાઇ બલરામજી વિશે કરાયેલ ટિપ્પણી બાબત પૂ.બાપુ ગુરૂવારના રોજ દ્વારાકાધિશ ના ચરણોમાં જઇને કોઇ સમાજની લાગણી દુભાયેલ હોય કે દુ : ખ થયેલ હોય તો ક્ષમા યાચના માંગેલ છતાં પણ પબુભા માણેકે ઉશ્કેરાયને પૂ.મોરારી બાપુ ઉપર હુમલો કરેલ છે.

જે સિહોર તાલુકા સાધુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે . અને કાયદો હાથમાં લેવાની આવી પ્રવૃતિ સત્વરે બંધ થાય તે માટે કડક પગલા લેવા આપશ્રીને વિનંતી છે . પૂ.મોરારી બાપુ વિશ્વવંદનિય સંત છે તેમનું અપમાન એ સમગ્ર સાધુ સમાજનું અપમાન છે.હુમલો કરનાર સામે ગુનેગાર સામે કડકમાં કડક પગલા લેવા વિનંતી કરી છે અને ભવિષ્યમાં કોઇ પણ સાધુ પર આવુ કરવાની હિંમત ન કરે તેવી આક્રોશ સાથે રજુઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here