કાલે અષાઢીબીજ નંદ ઘેરા આંનદ ભયો નહિ ગુંજે, મૂર્તિ સ્થાપન,પૂજનવિધિ તથા પૂજન અર્ચન થશે, રથયાત્રાની સાદગીથી થશે ઉજવણી

હરિશ પવાર : દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે આવતીકાલે યોજાનારી રથયાત્રા નહિ યોજવા સમિતિએ નિર્ણય લીધો છે સમિતિના ભરતભાઈ મલુકાએ સાંજે ૬ વાગે વિગતો આપી હતી સમગ્ર રાજ્યમાં અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે નાની મોટી રથયાત્રાઓ યોજાતી હોય છે. જે મુજબ સિહોર ખાતેે છેલ્લા ઘણા વર્ષથી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય રંગદર્શી રથયાત્રા યોજાય છે.

આ રથયાત્રાના રંગદર્શી ફલોટસ નિહાળવા તેમજ હાથ વડે રથ ખેંચવા માટે આસ્થાપૂર્વક આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજજારો લોકો ઉમટી પડે છે. આવતીકાલે તા.૨૩ જૂન અષાઢી બીજના દિવસે યોજાતી રથયાત્રા રદ કરવામાં આવી છે કોરોનાની મહામારીની ગંભીર પરિસ્થિતિમાં જાહેર હિત નજર સમક્ષ રાખી આવતીકાલે યોજાનારી રથયાત્રા નહી યોજવાનો નિર્ણય કરાયો છે અત્રે ઉલ્લેખનીય છે.

વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજે  જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની યાત્રા યોજાશે નહિ પરંતુ પરંપરાગત રીતે સોશ્યલ ડીસ્ટન્સ સહિતની તકેદારી સાથે મૂત સ્થાપન,પૂજનવિધિ તથા પૂજન સ્થળ સમિતિના સભ્યો અને આગેવાન કાર્યકરોની હાજરીમાં સંપન્ન કરાશેેે. ઘણા વર્ષોથી યોજાતી રથયાત્રાના માધ્યમથી સામાજિક સેવા અને ધર્મ તથા સંસ્કૃતિની કામગીરી માટે ઉત્સાહપૂર્વક યોજાતી અને સમગ્ર તાલુકા માટે ઉત્સુક બની ગયેલી આ રથયાત્રાની પરંપરા હાલની નાજુક સમયની પરિસ્થિતિના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here