સિહોર આજુબાજુ ખોલવામાં આવે તો ખેડૂતોને અનુકૂળ રહે, પાલીતાણા હતું એ પણ હાલ બંધ છે, મજબૂરીએ ખેડૂતોને ઓછા ભાવે કપાસ વેચવો પડે છે, મામલો સ્થાનિકથી લઈ મુખ્યમંત્રી સુધી

દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે કપાસ ખરીદી સેન્ટર ખોલવા આગેવાને માંગણી કરી છે એમણે મોકલેલી અખબાર યાદીમાં જણાવ્યું છે કે સિહોર તાલુકાના ખેડૂતોને સીસીઆઈ ખરીદ કેન્દ્ર પાલીતાણા ખાતે ફાળવવામાં આવેલ છે. અને તે પણ હાલના સમય દરમ્યાન બંધ છે. અને ત્યાં જેટલા ખેડૂતોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેમનો કપાસ ખરીદવામાં વારો લેવામાં નથી આવ્યો.આ ઉપરાંત સિહોર થી પાલીતાણા કપાસ લઈ જવામાં ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે.

સિહોર તાલુકાના ૮૨ ગામને ધ્યાન રાખીને જો સિહોર તાલુકામાં જ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો આ ખેડૂતોને ખુબ જ અનુકુળતા રહે તેમ છે. સિહોર એપીએમસી ખાતે અગાઉ વર્ષ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૩-૧૪ માં સીસીઆઈ કેન્દ્ર દ્વારા કપાસ ખરીદવામાં આવ્યો હતો તો હાલ કવિડ-૧૯ ના સમય દરમ્યાન જો આ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવામાં આવશે તો ખેડૂતોના ઘરમાં પડી રહેલ કપાસ ખરીદવામાં આવશે અને આ જગતના તાત ને તેમના કપાસનું યોગ્ય વળતર મળી રહેશે.

આર્થિક નુકસાન થતુ અટકશે અને ચોમાસાની ઋતુમાં ખેતીના ખર્ચને પહોંચી શકાશે. જો સીસીઆઈ કેન્દ્ર શરૂ નહીં થાય તો મજબૂરીમાં ખેડૂતોને વેપારીને ઓછા ભાવે કપાસ વેચવો પડશે અને બહુ જ નુકસાન ભોગવું પડશે.આથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતિ છે કે સિહોર તાલુકાના ખેડૂતોને ન્યાય મળે અને શોષણ થતુ અટકે આ માટે સીસીઆઈ દ્વારા એપીએમસી સિહોર ખાતે કપાસ ખરીદીનું કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે અને સમગ્ર મામલે આગેવાને સ્થાનીકથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here