પતિના ત્રાસમાંથી મુક્ત કરાવી બાળકોને પરત અપાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન

દર્શન જોશી
સિહોરના અમરગઢ ખાતે એક પીડિતા ઉપર પતિ હિંસા કરતા પીડિતાના પિતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ફોન કરતા સિહોર ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની ટીમની તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ માહિતી મુજબ પીડિતાની દિકરી જે ૭ વર્ષની છે તે દિકરી એ તેના પપ્પા પાસેથી ખાવા માટે કેરી માંગી હતી. તેના પપ્પા એ દિકરી ને કેરી આપી નહિ તે જોઈને પીડિતા તેના પતિને પુછેલ કે દિકરી ને કેરી ખાવા કેમ ન આપી તે વાતને લઈને તેના પતિ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગેલ કે છોકરાઓ ને તું જ બગાડે છે.

તે વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયેલ વાત વણસી જતા તેમના પતિએ પીડિતા ઉપર હાથ ઉપાડી ને ધક્કો મારીને પછાડી દેતા પીડિતાના માથાના ભાગ ઉપર લાગી જતા લોહીલુહાણ અવસ્થામાં તેમના પિતાને જાણ કરેલ, તેમના માતાપિતા દિકરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલ. પાટા પિંડી કરાવી પરત આવીને તેમના પિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને મદદ માટે જણાવેલ. કોલ આવતાની સાથે જ સિહોર ૧૮૧ ની ટિમ પીડિતાની મદદ માટે પહોંચી હતી.

પીડિતાનું કાઉસેલિંગ કરીને સમગ્ર માહિતી મેળવીને પીડિતાને પૂછતાં જણાવેલ કે તેમને પોલીસ ફરિયાદ કરવી હોય તથા તેમના બાળકો જે તેમના સાસુ વાડી વિસ્તારમાં લઈને જતા રહ્યા હતા ત્યાં જઈને તેમના સાસુને સમજાવીને તેમના બાળકોને પીડિતાને પરત અપાવેલ ત્યાર બાદ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પીડિતાની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવેલ ત્યાર બાદ પીડિતાને ન્યાય મળી રહે તે માટે ઊંડાણ પૂર્વક કાયદાકીય માહિતી મળી રહે.

તે માટે ડાલસા ના નિમણુંક કરાયેલ એડવોકેટ પ્રીતિબહેન મહેતા દ્વારા ટેલિફોન ઉપર કાયદાકીય માહિતી પુરી પાડવામાં આવી હતી. ત્યાર બાદ પીડિતાને તેના પિયર માં જવું હોય જેથી સોનગઢ પોલીસ સ્ટેશનથી પીડિતા તેમના માતાપિતા સાથે બાળકોને લઈને પિયરમાં જતા રહેલ. આ કેસમાં સિહોર ૧૮૧ અભયમ ટીમના શિલ્પાબહેન, કોન્સ્ટેબલ આરતીબા અને પાયલોટ પ્રકાશ ડાભી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here