નાયબ કલેકટર રાજેશ ચૌહાણ સહિતના અનેક આગેવાન અધિકારીઓએ પરિવારજનો સાથે ઘરે યોગ કર્યા

દેવરાજ બુધેલીયા
બીજી બાજુ સૂર્ય ગ્રહણને લઈને ધાર્મિક માન્યતા ધરાવતા લોકોએ બહાર ન નિકળી ઘરમાં પૂજા-પાઠ કર્યા.સિહોર શહેર પંથક અને જિલ્લામાં ગઇકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.લોકોએ પોતાના ઘરે રહી યોગ કર્યા હતા.તો બીજી તરફ સુર્યગ્રહણ હતુ.જેથી ધાર્મિકમાન્યતા વાળા લોકોએ બહાર નિકળવાનુ ટાળ્યુ હતુ અને ઘરે રહી પૂજા પાઠ કર્યો હતો.

ગઈકાલે ૨૧ મી જૂન એટલે આંતરાષ્ટ્રીય યોગ દિવસ,સુર્યગ્રહણ અને વર્ષનો લાંબામાં લાંબો દિવસ એટલે ૨૧મી જૂન,આમ ત્રણ સંયોગ અને ત્રણ અલગ અલગ વિષય વસ્તુ જોવા મળી હતી.વિશ્વ યોગ દિવસની જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

સિહોર સાથે જિલ્લાવાસીઓએ પોતાના ઘરે રહે યોગ કર્યા હતા.અને લોકોને યોગ કરવાની અપીલ કરી હતી.તેમજ યોગનો મહીમા સમજાવવામાં આવ્યો હતો સાથે સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણ સહિતના અનેક આગેવાન અધિકારીઓએ પરિવારજનો સાથે ઘરે યોગ કર્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી.

બીજી તરફ ગઈકાલે વિશ્વનુ કોરોના કાળ વચ્ચે મોટુ સુર્યગ્રહણ હતુ.જેથી લોકોએ ઘરમાંથી બહાર જવાનુ ટાળ્યુ હતુ.તો કેટલાક તાલુકા અને જિલ્લાવાસીઓએ પૂજાપાઠ કરી ગ્રહણનો સમય વિતાવ્યો હતો.આ ઉપરાંત ધાર્મિક માન્યતા ઘરાવતા લોકો ઘરે રહી પૂજાવિધિ કર્યો હતો.

ગ્રહણ પૂરુ થયા બાદ વહેતા પાણીમાં સ્નાન કર્યુ હતુ.સુર્ય પર ચંદ્રનો છાંયો પડવાના કારણે આ ગ્રહણ સર્જાયુ હતુ.આશરે ૯૦૦ વર્ષ બાદ ગઈકાલે સુર્યગ્રહણ આવ્યુ હોવાનુ વિદ્રવાનું કહેવું છે.

આ ઉપરાંત સદીનુ સૌથી મોટુ સુર્યગ્રહણ હોવાના કારણે ગ્રહણની અસર રાષીઓ ઉપર પણ અસર જોવા મળે છે.આ ગ્રહણ નરી આંખે જોવુ હિતાવહ ન હોવાનુ વિદ્રાવાનો જણાવી રહ્યા હતા.આ ઉપરાંત ગઈકાલે વર્ષોનો સૌથી લાંબો દિવસ પણ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here