ઈંપેક્ટ : તંત્રના અમુક અધિકારીઓનું ઝમીર હજી જીવતું છે, ઘણા સમયથી હાઇવે પર કરેલો ખાડો બુરાયો, સ્થાનિક રહીશોએ શંખનાદનો આભાર વ્યક્ત કર્યો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ભગવતી નગર અને મેમણ કોલોની ની બરોબર વચ્ચો – વચ રાજકોટ હાઇવે પર એક પાણીના વાલ માટે ઘણા સમયથી એક ખાડો કરવામાં આવ્યો હતો ખાડો કર્યા બાદ ઘણા સમયથી ખાડામાં અનેક વાહન ચાલકો અને સ્થાનિકો આ ખાડાનો ભોગ બન્યા હતા આ સંદર્ભમાં અમે ૧૪/૦૬/૨૦૨૦ રવિવારના દિવસે સમગ્ર બાબતની વિગતો મેળવી ફોટાઓ સાથે અહેવાલ રજૂ કર્યો હતો જેમાં એક અગત્યની બાબત નોંધ કરી હતી કે તમે એકવાર દિલથી વિચારી લ્યો કે આ ખાડાઓમાં તમે લઈને નીકળતા એસી ગાડીઓ એકાદવાર ખાબકે તો..
બાબત ખૂબ ગંભીર હતી પણ ખેર પ્રજાહિતની બાબતોમાં શંખનાદ કોઈ પણ ચમરબંધીઓની શેહ – શરમ રાખતું નથી કે લેશમાત્ર બાંધછોડ કરતું નથી..પ્રજાહિતની બાબતોમાં અમે હંમેશા અમારો પત્રકારત્વ ધર્મ નિભાવીએ છે..કોઈ પણ સમસ્યાની વાતને બેખોફ રીતે તંત્ર સમક્ષ મૂકીએ છે..છેલ્લા ઘણા સમયથી હાઇવે પર રહેલા આ ખાડામાં ઉપર ટાઇટલમાં જ કહ્યું હતું કે એકાદવાર તમારી ગાડીઓ આ ખાડામાં ખાબકે તો..અહીં એક બાબત સપષ્ટ થઈ છે કે તંત્રના અમુક અધિકારીઓના ઝમીર હજી જીવિત છે પ્રજાની ચિંતા કરીને આ તોતિંગ ખાડો ફરી બુરાવી દીધો છે ત્યારે શંખનાદ સમાચારોની ફરી વખત અસર થઈ છે..સ્થાનિક લોકોએ શંખનાદનો આભાર વ્યક્ત કર્યો હતો.