અત્યાર સુધીમાં તંત્રએ કેટલાને નોટિસો આપી કે તમારી ઇમારત કે બિલ્ડીંગ ઉતારી લ્યો.અને નોટિસો આપીતો કેટલાએ પાલન કર્યું, ધોધમાર વરસાદ કે વાવાઝોડું મોટી ખુવારી સર્જશે તો આખરે જવાબદાર કોણ?

દેવરાજ બુધેલીયા
ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદે દસ્તક દઈ દીધા હતા શરૂઆતમાં જ અગિયાર વખતે ભારે પવન અને વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે ચોમાસાની સીઝનમાં અતિશય જર્જરીત હાલતમાં ઉભેલી મિલકતો ધરાશાયી થાય તો મોટી દુઘર્ટના સર્જાઈ શકે છે. સિહોરમાં પણ જો ધોધમાર વરસાદ પડે અથવા તો વાવાઝોડુ આવે તો નિર્દોષ લોકોની જિંદગી જોખમાય તેમ છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેટલીક બિલ્ડીંગ જર્જરિત મકાનો અતિશય ખંડેર હાલતમાં છે અને એ મકાનો જીવ લે તેમ છે.

જો ધોધમાર વરસાદ પડે અને વાવાઝોડુ આવી ચડે તો મકાન માલિકોની લાપરવાહીથી કોઈ માસુમ અને નિર્દોષની જિંદગી પણ જોખમાય તેમ છે. વહીવટી તંત્રની પણ આ મામલે ઉદાસીનતા જોવા મળે છે જર્જરીત બનેલી ઈમારતો જોખમી બનીને ઉભી છે.આ ભયજનક ઈમારતો ચોમાસામાં પણ દુર્ઘટનાને જન્મ આપે તેમ છે. કેટલીય ઈમારતો ધોધમાર વરસાદ અને વાવાઝોડાનો ભાર સહન કરી શકે તેમ નથી. આ મામલે સરકારી તંત્રની પણ લાપરવાહી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ શંખનાદે આ મામલે ટકોર કરી હતી કારણકે અમોને શહેરના લોકોની સ્વાસ્થય અને લોકોના જીવની ચિંતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here