સિહોરમાં ૫૨ કરોડના ગટર પ્રોજેકટે આબરૂની ધૂળ-ધાણી કરીને રાખી દીધી છે કેમ આજે પણ ગટરના પાણી માંથી પસાર થઈ ભીમનાથ મંદિરે દર્શન કરવા જવું પડે છે

મુકેશ જાનીએ કહ્યું આ લોકોને કોઈના સ્વાસ્થ્ય પડી નથી.. ખિસ્સાઓ ભરવામાં રસ છે..લોકોને કાયદો હાથમાં લેવા મજબુર થવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાની કેટલી બદતર સ્થિતિ થઈ છે કે લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાત લેવા માટે પણ આવેદન આંદોલન રજૂઆતો કરવા વગર છૂટકો રહ્યો નથી કહેવાઈ કે ઘણી-ધોરી વગરનું પાલિકાનો વહીવટ થઈ ગયો છે ખાસ કરીને ગટર, ફિલ્ટર પ્લાન્ટ, આવાસ યોજના, ટાઉન પ્લાનિંગ બેઠક સહિતના મુદ્દે પાલિકા વિભાગો અને અધિકારીઓ ભારે બદનામ થયા છે આજે અતિ શરમજનમ ઘટના સામે આવી છે.

ટાળા ચોકડી પાસે આવેલ ભીમનાથ મંદિરે લોકોને દર્શન કરવા ગટરના પાણી માંથી ચાલીને જવું પડે છે અગાઉ અનેક રજૂઆતો છતાં અહીં ક્યાં કોઈ સાંભળનારું છે આજે વોર્ડ ૬ ના નગરસેવક ભરત રાઠોડ અને સ્થાનિક રહીશોનું પ્રતિનિધિ ચોફ ઓફિસરને મળી ગટરનું પાણી દૂર કરવાની રજુઆત કરી હતી જોકે ચીફ ઓફિસરે એવું કહ્યું કે પ્રમુખ સહી કરતા નથી આ મામલે હવે નગરસેવક ભરત રાઠોડે કહ્યું છે કે જેને જે થાય તે કરી લે અમારી છેલ્લી વોર્નિંગ છે.

અમારી સમસ્યાનો ઉકેલ નહિ આવે તો ભીમનાથનો ચેકડેમ તોડીને રાખી દેશું આ ચીમકીએ ભારે ખળભળાટ મચાવ્યો છે જ્યારે આ મામલે મુકેશ જાનીએ કહ્યું આ લોકોને કોઈના સ્વાસ્થ્ય જરા પડી નથી માત્ર ખિસ્સાઓ ભરવામાં રસ છે લોકોને કાયદો હાથમાં લેવા મજબુર થવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સમગ્ર મામલો ખૂબ પેચીદો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here