ગંદકીના સામ્રાજયથી રોગચાળાનો પ્રસરી રહેલો ભય
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિતપણે સફાઈ થતી ન હોવાથી માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આથી ત્રણ મહિનાથી વધુ સમયથી કોરોનાના ભયના ઓથાર સાથે જીવતા લોકોમાં રોગચાળાનો ભય પણ પ્રસરી રહ્યો છે. શહેરના કેટલાક વોર્ડ અને ભાગોમાં નિયમિત રીતે સફાઈ થતી નથી. એવા વિસ્તારોમાં કાગળ, પાણીનાં,દૂધનાં તથા અન્ય કેટલાક ખાલી પાઉચ,પોલીથીનના ટૂકડાં સહિત અનેક પ્રકારના ગંદકીયુકત કચરાના ઢગલા નજરે પડે છે. ઉપરાંત ખાબડખુબડ રસ્તાઓના ખાડાઓમાં પાણીનાં ખાબોચિયાં રહેતા હોય તેવા સ્થળો મચ્છરના ઉછેર કેન્દ્રો બની ગયાં છે. નિયમિત સફાઈ અને જંતુનાશક દવાના છંટકાવની વ્યવસ્થા પર લક્ષ આપે તેવી લોકોની માંગ છે.