જિલ્લાભરના આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી, જિલ્લા પ્રમુખથી લઈ દરેક કાર્યકરે સૈનિકોને પુષ્પાંજલિ અર્પિને શ્રદ્ધાંજલિ આપી

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજીત શહિદ ભારતીય સૈનિક શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં યોજાયો હતો જેના જિલ્લાભરના કાર્યકરો જોડાયા હતા દરેકે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી હાલમાં જ કેન્દ્ર સરકાર ની નિષ્ફળતા ને કારણે લદ્દાખ અને ગલવાન ઘાટી ખાતે ચિન ના સૈન્ય દવારા ઘુસણખોરી કરાયેલ અને તેને ખસેડવામાં આપણા ભારતીય સૈનિકો શહિદ પણ થયા આ શહિદ થયેલા બહાદુર સૈનિકો ઉપર આપણને ગર્વ છે.

તેને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષ શ્રધ્ધાંજલી અર્પણ કરી રહયો છે ત્યારે સિહોર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દવારા આજે શહિદ ભગતસિંહ ની મુતીઁ પાસે,સ્ટેશન રોડ સિહોર ખાતે ભાવનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની અધ્યક્ષતામા તેમને પુષ્પાંજલિ અને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી તેમજ તેમની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.

જેમા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોકુળભાઇ આલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ, જીવરાજભાઈ ગોધાણી સાથે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here