દર વર્ષે ચોમાસામાં ઢોરની સમસ્યા યથાવત, વાહન ચાલકો ત્રાહિમામ, ઢોરના પ્રશ્ને આંખ આડા કાન કરતુ તંત્ર, કડક કાર્યવાહી કરવી જરૂરી
બ્રિજેશ ગૌસ્વામી
દર વર્ષે ચોમાસામાં વરસાદ શરૂ થતા જ સિહોર શહેરના રોડ પર રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે અને રખડતા પશુઓ અડીંગો જમાવી રોડ પર બેસી જતા હોય છે તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે પરંતુ આ બાબતે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ઢોરના પ્રશ્ને કોઈ કડક કાર્યવાહી કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વરસાદની સિઝન શરૂ થઈ ચૂકી છે મોસમ આવતા જ રખડતા પશુઓ રોડ પર આવીને બેસી જતા હોય છે તેથી વાહન ચાલકોને રોડ પરથી પસાર થવુ મૂશ્કેલ બને છે.
દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા જોવા મળે છે અને લોકો પરેશાન થાય છે શહેરના અનેક રોડ રસ્તાઓ અને વિસ્તારોમાં ઢોર અડીંગો જમાવી બેસેલા જોવા મળે છે તેથી વાહન ચાલકો મુંઝવણમાં મુકાય છે શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે ત્યારે તંત્રએ લાલ આંખ કરવી જરૂરી બની રહે છે અને પરિણામલક્ષી કામગીરી થાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. ઢોરના પગલે રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે ત્યારે તંત્રએ તત્કાલ રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવી જરૂરી બની રહે છે.