ગઇકાલે લાસ્ટ વોર્નિંગ આપતા ભરત રાઠોડે કહ્યું હતું કે ભીમનાથ પાસે આવેલ ચેકડેમમાં ગટરના પાણી ભરાઈ છે અને તોડી નાખીશું આજે ચીફઓફિસર એન્જીનીયર દોડી ગયા અને સ્થળ તપાસ કરી હતી

હરેશ પવાર
જેને જે થાય તે કરી લે..ચેકડેમ તોડી નાખીશું.. ભરત રાઠોડની ચીમકીએ તંત્રમાં હદકંપ મચાવીને રાખી દીધો છે..સિહોરમાં ગટરો ઉભરાવવાની અને ગટરના પાણી ભરાવવાની સમસ્યા ઠેર ઠેર પેચિદી બની છે શહેરમાં ગટર લાઈનોમાં ૪૫ કરોડ જેવી રકમ વાપર્યા પછી પણ આ સ્થિતિનું નિર્માણ થયું છે જેથી કલ્પના કરી શકો છો કે આ પાલિકા વિભાગોમાં કેવા પ્રકારનો વહીવટ ચાલે છે સિહોર વોર્ડ નં ૬ ના સ્થાનિક રહીશોની છેલ્લા ઘણા સમયથી માંગણી રહી છે કે ભીમનાથ મંદિર પાસે આવેલ ચેકડેમમાં ગટરનું પાણી પુષ્કળ માત્રમાં એકઠું થાય છે જેનો નિકાલ કરવા માટે અસંખ્ય રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારી ટસના મસન થયા..કામ ન કર્યું..

સમસ્યાનો ઉકેલ ન કર્યો..લોકોની પરેશાની ઓછી ન કરી..પડતી મુશ્કેલી દૂર ન કરી..ગઈકાલે આખરે વોર્ડ નં ૬ ના નગરસેવક ભરત રાઠોડ સહિત સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિ મંડળ ચીફઓફિસર બરાડને મળીને રજૂઆત કરી હતી ચીફઑફિસરનું કહેવું હતું પ્રમુખ સહી નથી કરતા સમગ્ર મામલે સ્થાનિકોની સાથે રહી નગરસેવક ભરત રાઠોડ દ્વારા જેને જે થાય તે કરી લે અમે ચેકડેમ તોડી નાખીશું..ની ચીમકીએ તંત્ર વિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા છે સમગ્ર ઘટનામાં વિપક્ષના મુકેશ જાનીએ પણ તંત્રની આકરી ટીકા કરીને લોકોના પ્રશ્નોને વાંચા આપી હતી

આજે સમગ્ર મામલે ભીમનાથ ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર બરાડ અને એન્જીનીયર સ્થળ ખાતે દોડી જઈ વિઝીટ સાથે તપાસ કરી હતી અને અહીં ભરાતું ગટરનું પાણી નિકાલ માટેની જરૂરી ચર્ચાઓ કરીને સમસ્યાઓનો અંત લાવવા કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here