પક્ષી પ્રેમી : સિહોરમાં ગૌ-સેવક ધવલ રાજ્યગુરૂ દ્વારા ગૌસેવાનું અનોખું કાર્ય

દેવરાજ બુધેલીયા
કચરામાં આવતા કાચ અને ખીલી બ્લેડ જેવા લોખંડના કચરાઓ મૂંગા પશુઓના પેટમાં જવાથી તેમને નુકશાન થાય છે અને અકાળે મૃત્યુ પામતા હોય છે. જેને લઈને સિહોરના ગૌ સેવક એવા યુવા ધવલભાઈ રાજ્યગુરૂ દ્વારા એક અનોખી પહેલ સિહોરમાં આજે હાથ ધરવામાં આવી છે. સિહોરના વિશ્વ હિંદુ પરિષદ અને ધવલભાઈ રાજ્યગુરુના સંયુક્ત ઉપક્રમે વડલા ચોક ખાતે પોલીસ સ્ટેશનની સામેની બાજુમાં બે અલગ અલગ રંગના બેરલ મુકવામાં આવ્યા છે.

જેમાં ધવલભાઈ તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના યુવકો દ્વારા જાહેર જનતાને પોતાના કચરામાં કાચની તેમજ લોખંડની નીકળતી વસ્તુઓને અલગથી લઈને આ બેરલમાં નાખી મૂંગા પશુઓના પેટમાં જતા બચાવી શકાય છે. કેસરી અને લીલા કલરના બે બેલરની અંદર એક માં કાચની વસ્તુઓનો કચરો અને બીજા બેરલની અંદર લોખંડ તેમજ અન્ય ધાતુઓનો કચરો નાખવા માટે અપીલ કરવામાં આવી હતી. મૂંગા પશુઓની દરકાર માટે આ યુવાનોની અનોખી પહેલને બિરદાવી જ રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here