કોરોના મહામારીએ ૨૨મી માર્ચ માસથી ટ્રેનોના પૈડા થંભાવી દીધા, ટિકિટ બુકિંગ કરાવનાર પેસેન્જરને ૧૦૦ ટકા રિફંડ અપાશે

બ્રિજેશ ગૌસ્વામી
દેશમાં કોરોના વાયરસની મહામારીના વધતા જઈ રહેલા ફેલાવાને કારણે રેલવે બોર્ડે સ્પેશિયલ ટ્રેનો સિવાય તમામ પ્રકારની ટ્રેનોને ૧૨મી ઓગસ્ટ સુધી રદ્દ કરવાનો નિર્ણય કરતા ભાવનગર રેલવેની પેસેન્જર ટ્રેનો હજુ દોઢ માસ સુધી પાટા પર દોડતી નજરે ચડશે નહીં. ૧૨મી ઓગસ્ટ સુધીની ટિકિટનું બુકિંગ કરાવનાર પેસેન્જરને ૧૦૦ ટકા રિફંડ આપવામાં આવશે. ભાવનગર રેલવે મંડળ દ્વારા ૨૨મી માર્ચથી એક્સપ્રેસ, પેસેન્જર, લોકલ અને ઈએમયુ સહિતની રેગ્યુલર ટ્રેનોને કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે કેન્સલ કરી દેવામાં આવી હતી.

જેના કારણે શ્રમિક સ્પેશિયલ ટ્રેન અને પાર્સલ વિશેષ ટ્રેન સિવાય અત્યાર સુધીમાં એક પણ પેસેન્જર ટ્રેન દોડી શકી નથી. અનલોક-૧ બાદ જનજીવન થાળે પડી રહ્યું છે. ત્યારે જુલાઈથી શરૂ થતાં અનલોક-૨માં ટ્રેનો ફરી પાટે દોડશે તેવી આશા હતી. પરંતુ ગઈકાલે રેલવે બોર્ડ દ્વારા સ્પેશિયલ મેલ-એક્સપ્રેસ ટ્રેનને બાદ કરી અન્ય ટ્રેનોને ૧૨મી ઓગસ્ટ સુધી કેન્સલ રાખવા નિર્ણય કરાતા હવે ૧૨મી ઓગસ્ટ સુધી રેલગાડીના પૈંડા ફરી ટ્રેક પર દોડતા થશે તેવા કોઈ એંધાણ નથી. ટ્રેનો કેન્સલ કરવાના નિર્ણયથી જે મુસાફરોએ ૧૨મી ઓગસ્ટ સુધીનું ટિકિટ બુકિંગ કરાવ્યું છે, તેમને ૧૦૦ ટકા રિફંડ અપાશે તેમ રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here