ગુરુવારે નગરસેવક ભરત રાઠોડે ખુલ્લી ચિમકી આપી થાય તે કરી લેવાની વાત કરી..ગઇકાલે શુક્રવારે અધિકારીઓ સ્થળ વિઝીટ માટે પોહચ્યા..આજે શનિવારે કર્મચારીઓ કામ કરવા પોહચ્યા..કામ શરૂ થયું

દેવરાજ બુધેલીયા
છેલ્લા બે દિવસથી શહેરમાં કરંટ ટોપિક બનેલી ઘટનામાં નગર સેવક ભરત રાઠોડની ગટર મુદ્દે ચેકડેમ તોડી નાખવાની ખુલ્લી ચીમકી પછી તંત્ર સાથે અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને નગરસેવકની પ્રજાલક્ષી કામગીરી કરવાનો ઉત્તમ નમૂનો અહીં જોવા મળ્યો છે કોંગ્રેસે પણ અહીં અપક્ષના સભ્ય માંથી બોધપાઠ લેવાની જરૂર છે કારણકે ખાલી આવેદનો અને રજૂઆતો કર્યા કરવાથી લોકોના પ્રશ્નો ઉકેલાતા નથી.

જે ઉત્તમ નમૂનો અહીં જોવા મળ્યો છે સિહોર નગરપાલિકાના અપક્ષના નગરસેવક ભરત રાઠોડ જેઓ વોર્ડ ૬ માંથી છેલ્લી ત્રણ ટ્રમથી ચૂંટાઇ આવે છે જેમના વિસ્તારમાં આવેલ ભીમનાથ મંદિર પાસે ચેકડેમમાં ગટરના પાણીની છેલ્લા ઘણા સમયથી સમસ્યા હતી ગુરૂવારે એજ વિસ્તારના રહીશો અને નગરસેવક ભરત રાઠોડે ચીફઓફિસરને રજુઆત કરી હતી અને ચીફઓફિસરે એવું કહ્યું હતું કે પ્રમુખ સહી કરતા નથી.

જ્યારે સમસ્યાને લઈ ભરત રાઠોડે ખુલ્લી ચીમકી આપી હતી અને ચેકડેમ તોડી નાખવાની પણ વાત કરી હતી સ્થાનિક લોકોનો આક્રોશ અને ભરત રાઠોડની ચીમકીએ તંત્રને દોડતું કરી દીધું હતું ગઈકાલે શુક્રવારે ભીમનાથ ખાતે અધિકારી સ્થળ તપાસ માટે ગયા હતા અને શનિવારે કર્મચારી પોહચીને ગટરના પાણીને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here