ચોમાસાના આગમન સાથે બજારોમાં તાડપત્રીની ખરીદી થઈ રહી છે, કાચા મકાનોમાં વસતા શ્રમજીવી પરિવારોને તાડપત્રી ખરીદી જરૂરી

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે શરૂઆતમાં જ બે થી ત્રણ વખત તેજ પવન સાથે મુશળધાર વરસાદ વરસી ચુક્યો છે. જેને લઈ સિહોર શહેર અને તાલુકા તાડપત્રીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને કાચા મકાનો તેમજ ઝુપડાઓમાં રહેતાં ગરીબ વર્ગના લોકો ઘરમાં પાણી પડતું રોકવા માટે તાડપત્રીની ખરીદી કરતાં હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે તાડપત્રીના ભાવમાં વધારો નોંધાતાં ગરીબવર્ગના લોકોમાં પડતા પર પાટુ જેવો હાલ સર્જાયો છે. જ્યારે કેટલીક જગ્યાએ તો વજન ઉપર કિલોના ભાવે તો કેટલીક જગ્યા મીટર અને ફૂટના ભાવે તાડપત્રીનું વેચાણ થઈ રહ્યું છે.

લોકડાઉનને પગલે ગરીબોની હાલત પહેલેથી જ કફોડી બની છે. એવામાં કાચા મકાનોમાં રહેતાં ગરીબ વર્ગને ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઉતરતું અટકાવવા માટે મોંઘા ભાવની તાડપત્રી ખરીદવી આવશ્યક બની છે. જોકે કેટલાક વેપારીઓ આવા ગરીબવર્ગને ધ્યાનમાં રાખી પોતાના નફાનું ધોરણ ઓછું કરી ગત વર્ષના ભાવે જ તાડપત્રીનું વેચાણ કરી રહ્યાં છે. તો વળી કેટલાક વેપારીઓ તાડપત્રીના વેચાણમાં ઉઘાડી લુંટ ચલાવતાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here