ઓલ્ડ ઈઝ ગોલ્ડ, સોનાંમાં રોકાણ કરનારા કયારેય પસ્તાયા નથી, મંદીના  માહોલમાં સોનાનાં ભાવમાં સતત ઉછાળો

દેવરાજ બુધેલીયા
કોરોનાની મહામારીને લઈને છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી લગભગ તમામ બજારોમાં મંદીનો માહોલ છે મોટાભાગની ચીજોના ભાવ ઘટી રહયા છે અથવા તો સ્ટેબલ છે ત્યારે સોનાની માર્કેટમાં જુદી જ સ્થિતિ જોવા મળી રહી છે. કોરોના કાળના છેલ્લા ત્રણેક મહિનાનાં સમયગાળામાં સોનુ ભાવ સતત વધી રહ્યો છે સોનાના ભાવમાં લગાતાર છેલ્લા છ મહિનાથી ભાવ વધી રહયા છે. માર્ચનાં મધ્યથી દેશમાં કોરોનાની શરૂઆત થઈ અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવામાં આવતા તમામ બજારોમાં મંદીનો માહોલ છવાયો છે.

અનલોક – ૧ ની જાહેરાતની સાથે કેટલીક છૂટછાટ આપવામાં આવી છતાં મોટાભાગની ચીજોનાં ભાવમાં કોઈ મોટી વધઘટ નથી પરંતુ સોનાનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. ઓલ્ડ ઈઝ ગોલ્ડ ના સૂત્ર મુજબ સોનુ સદીઓથી સલામાત રોકાણ રહયુ છે. સોનામાં રોકાણ કરનારા કયારેય પસ્તાયા નથી. કોરોનાની મંદીમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા પસ્તાયા છે પરંતુ સોનામાં રોકાણ કરનારા કયારેય પસ્તાયા નથી સિહોર સોની બજારની હાલ વિચિત્ર સ્થિતિ છે.

સોનાનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે ત્યારે સોની બજારમાં ઘરાકીમાં ભારે મંદી છે સૂત્રો કહે છે બજારમાં દુકાનો માત્ર નામની જ ખુલે છે ઘરાકી જ નથી કોરોનાને લઈને લોકો આર્થિક સંકટમાં છે આગામી શ્રાવણ મહિનાનાં તહેવારોની સિઝનમાં પણ સોની બજારમાં ઘરાકી નીકળે તેવા કોઈ સંકેતો મળતા નથી. દિવાળી પછી  કોરોના કાબુમાં આવે તો કદાચ લગ્નની સિઝન નીકળે તેવી આશા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here