સિહોર વોર્ડ ૪ નટરાજ સોસાયટીમાં ૨૫ વર્ષના રોડ બનાવવાની રજુઆત હતી, આજે કામ શરૂ થયું

હરેશ પવાર
સિહોર નગરપાલિકા વોર્ડ ૪ રેલ્વે સ્ટેશન પાસે આવેલ નટરાજ સોસાયટીમાં છેલ્લા ૨૫ કરતા વધુ વર્ષોથી રોડ બનાવવા માટે ઉગ્ર સ્થાનિક લોકોની હતી ત્યારે આ વિસ્તારના નગરસેવક મુકેશભાઈ જાની, રૂપલબેન રાઠોડ, ઉષાબેન જાની, અલ્પેશભાઈ ત્રિવેદી રજૂઆત બાદ પેવર બ્લોક રોડ નું કામ ઝડપી કાર્યરત થયું છે..અહીં શેરી ખૂબ જ સાંકડી હોય માલ સમાન કે પાણી ટાંકા માટે ખુબ તકલીફ હતી કોન્ટ્રાક્ટર અને નટરાજ સોસાયટી ની સમજણ થી પાણી ની સગવડતા તેમજ કર્મચારીઓ ને ચા. નાસ્તો. ભોજનની પણ સ્વૈચ્છિક આ સોસાયટી દ્વારા કરવામાં આવી હતી.. અને આ પેવર રોડ ને લઈ સોસાયટી દ્વારા આ વિસ્તારના નગરસેવકો કોન્ટ્રાક્ટર ભરતભાઇ રાઠોડ.તેમજ પાલિકાના આભાર વ્યક્ત કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here