કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધતા મોંઘીબા જગ્યા અને જાયારામ બાપાની જગ્યા સહિત અનેક મંદિરોમાં ગુરુપૂર્ણિમામાં કાર્યક્રમો રદ

મિલન કુવાડિયા
સિહોર શહેર અને તાલુકામાં પ્રસિદ્ધ મોંઘીબા જગ્યા અને જાયારામ બાપાની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ નહિ ઉજવવા માટેનો નિર્ણય લેવાયો છે દર વર્ષે દરેક ધાર્મિક તહેવારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે હજારો ભક્તો દર્શન અને પ્રસાદ લાભ લે છે ત્યારે હાલ કોરોના સંકટ સતત ઘેરુ બની રહયુ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં કેસ  ચિંતાજનક હદે વધી રહયા છે ત્યારે અનલોક – ૧ બાદ ખુલેલા કેટલાક મંદિરો કોરોનાનું સંક્રમણ ખાળવા તહેવારોની ધાર્મિક ઉજવણીઓ બંધ રાખવામાં આવી રહી છે.

સિહોરમાં દર વર્ષે ગુરુપૂર્ણિમાના ઉત્સવો અને ધાર્મિક જગ્યાઓ અને મંદિરોમાં ઉત્સાહભેર ઉજવાતા હોય છે પણ આ વર્ષે કોરોનાને કારણે  આગામી તા. પ મી જુલાઈએ ગુરુપૂર્ણિમાનાં ઉત્સવો નહી યોજવાની જાહેરાત સિહોરના મોંઘીબા જગ્યા અને ઉસરડ જાયારામ બાપા જગ્યા સહિત અનેક ધાર્મિક જગ્યાઓ પર નહી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક – ર તા. ૩૦ જૂન બાદ શરૂ થઈ રહયુ છે અને વધુ છૂટછાટ આપવા સરકાર આગળ વધી રહી છે.

ત્યારે રાજ્ય અને ખાસ કરીને ભાવનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ખતરો વધી રહયો હોય ત્યારે ધાર્મિક તહેવારોની ઉજવણી નહિ કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે સિહોર શહેર અને તાલુકામાં અનેક નાના – મોટા આશ્રમો મંદિરો ખાતે આ વર્ષે ગુરુપૂર્ણિમાના ઉત્સવો રદ કરવામાં આવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here