સિહોરમાં “સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી સંયોજક” ની નિમણુંક
બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યની કોલેજોમાં વિવિધ ફેકલ્ટીઓના વિધાર્થીઓ ને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરી વિદ્યાર્થી સંયોજકો ની નિમણૂક બાબતે સિહોરની જમુનાબેન ભુતા આર્ટ્સ કોલેજ ખાતે ગુજરાત યુવક બોર્ડ દ્વારા બેઠક લેવાઈ હતી જેમાં સ્કુલના પ્રિન્સીપાલશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલ, શિક્ષકગણ, તેમજ જિલ્લા સહ-સંયોજકો અભયસિંહ ચાવડા તેમજ ધ્રુવભાઈ ભટ્ટ, સિહોર તાલુકા સંયોજક માયાભાઈ આહીર હાજર રહી વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું..