સિહોર નગરપાલિકાની સાધારણ સભા સાધારણ જ રહી, ૪ મુદ્દાની મળેલી સાધરણ સભામાં નિરસતા જોવા મળી, ચીફ ઓફિસર બરાડા નિવૃત થતા સન્માનિત કરાયા

હરેશ પવાર
સિહોર નગરપાલિકાના નવા બિલ્ડીંગ ખાતે આજે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં સાધારણ સભા મળી હતી આજની સભામાં ખાસ કોઈ વિશેષ ચર્ચા થઈ ન હતી પણ મહત્વની કહી શકાય તે બાબત નગરપાલિકા ચીફઓફિસર બરાડ સમયકાળ પૂર્ણ થતાં જેઓ નિવૃત થયા છે અને જેમને દરેક સભ્યોએ અને કર્મચારીગણે સન્માનિત કર્યા છે આજની સભામાં ખાસ કોઈ વિશેષ મુદ્દાઓ કે ચર્ચાઓ ન હતી ચાર મુદ્દાની મળેલી સાધારણ સભા એમ કહી શકાય કે સાધારણ જ રહી છે બેઠાકમાં નિરસતા જોવા મળી હતી.

જોકે ભાજપના નગરસેવક દીપશંગભાઈ રાઠોડ ડાયાભાઈ રાઠોડ અને મુકેશ જાનીએ પ્રશ્નોત્તરીમાં કેટલીક બાબતોમાં સવાલોનો મારો ચલાવ્યો હતી ટીપી બેઠક અને અને ગૌતેમેશ્વરની પ્રોટેક્શન દિવાલ બાબતે માત્ર ચર્ચાઓ થઈ હતી જ્યારે સિહોરમાં કચરાના નિકાલ માટેનો પ્લાન્ટ મંજુર થયો છે જેની જગ્યા માટેની આવતા દિવસોમાં બેઠક મળશે અન્ય આજની બેઠકમાં વિશેષ કઈ ચર્ચાઓ થઈ નથી ફરજની સમય મર્યાદાઓ પુરી થતા ચીફ ઓફિસર બરાડા નિવૃત્ત થયા છે જેઓને સૌએ અભિનંદન પાઠવી સન્માનીત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here