સિહોરમાં વરસાદી માહોલ, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને પંથકમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ભાવનગર શહેરમાં ગત રાત્રિથી વાતાવરણ માં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને કડાકા સાથેનુ વાતાવરણ સર્જાયું હતું.

વહેલી સવારથી ઝરમર વરસાદ નો પ્રારંભ થયો હતો.જ્યારે થોડીવાર માટે ધોધમાર વરસાદ પણ વરસી જતા માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે તાલુકા મથકો પર મહુવા, તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા પંથક માં વરસાદી માહોલ જામ્યો હતો.

જેમાં મહુવાનું બગડ નદીમાં પુર આવ્યું હતું. જ્યારે જેસરના તાતણીયાની નદીમાં પણ પુર આવ્યા હતા.જ્યારે સારા વરસાદ ના પગલે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો શહેર અને જિલ્લાના લોકોએ ગરમી અને બાફ માંથી આંશિક મુક્તિ મેળવી હતી.

ભાવનગર જિલ્લામાં ચોમાસાની કુલ સિઝન નો ૨૫%વરસાદ પડી ચુક્યો છે.જેમાં આજે ઘોઘા, જેસર માં દોઢ ઇંચ,ભાવનગરમાં એક ઇંચ,મહુવા તળાજા અને ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here