સિહોરમાં ગૌતમી બની ગટરગંગા, ૪૭ કરોડના ગટર પ્રોજેકટ પછી પણ આ હાલત.. સફાઈ ક્યારે.?

ગટરના પાણીએ શહેરની હાલત ખરાબ કરી દીધી છે કાર્યકર આગેવાન પત્રકાર હરેશ પવારે ઉચ્ચસ્તરે રજુઆત કરી, મામલો મુખ્યમંત્રી સુધી

દેવરાજ બુધેલીયા
સિહોરની ગૌતમી નદીમાં ગટરના પાણી પ્રદૂષણથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગૌતમી નદીમાં દબાણને લઈ મામલો મુખ્યમંત્રી સુધી પોહચ્યો છે કેન્દ્રસરકાર અને રાજય સરકાર સમગ્ર રાજય અને દેશમાં સ્વચ્છતા જળવાઇ રહે અને લોકોનું આરોગ્ય નિરોગી બની રહે તે માટે કટીબધ્ધ છે. સરકારે ઘેર -ઘેર શૌચાલય બનાવવાની યોજના અમલમાં મૂકી છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતનું સુત્ર લોકમુખે ગુંજતું થયું છે. પરંતુ સિહોર જાણે બાબતથી પર હોય તેમ સિહોરની હાર્દ સમી ગૌતમી નદીની ગંદકીથી તેની આપસાસના વિસ્તારોના રહીશો અને રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો તોબા તોબા પોકારી ઊઠયા છે.

એક સમયે પોતાના કઠોર તપ થકી જેઓએ ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. એવા ગૌતમ ઋષિના નામ પરથી જે નદીને ગૌતમી નદી એવું નામ આપવામાં આવ્યું નદીમાં આજે સ્વચ્છતાના નામે મસમોટું મીંડું છે. નદીમાં આજે એટલી ગંદકી છે કે પૂછો વાત! નદી સિહોરની મધ્યમાંથી પસાર થાય છે. આજુબાજુ વિસ્તારોના રહીશો ગૌતમી નદીની ગંદકીથી ત્રાહીમામ પોકારી ઊઠયા છે. નદી નજીકથી પસાર થવું એટલે નાકે ફરજિયાત રૂમાલ બાંધીને નીકળવું પડે છે. તેમજ નદીની આસપાસના રહેણાંકી વિસ્તારોના લોકો માટે ગટર ગંગામાંથી આવતી અસહ્ય બદબૂ શિરદર્દ સમાન બની ગઇ છે.

સિહોરવાસીઓની કરુણતા છે કે. કેટલીય જગ્યાએ ગટરો ઊભરાઇ છે. ગૌતમી નદીની ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. સિહોરની આન,બાન અને શાનના નામે મસમોટું મીંડું છવાઇ ગયું છે ત્યારે શહેરના આગેવાન કાર્યકર પત્રકાર હરેશ પવારે ગૌતમી નદીમાંથી દબાણ દૂર કરવા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે અને તાકીદે યોગ્ય કરવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here