રહીશોએ કહ્યું શ્વાસ લેવાઈ તેવી સ્થિતિ નથી, લોકો ઘરે ઘરે બીમાર પડે છે, જીવાતો અને જીવડા ઘર સુધી પોહચી જાય છે, આ ઉકરડો ખૂબ નડતરરૂપ છે કાઢી નાંખો તો હારું

કોરોના મહામારીમાં નગર પાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીઓ આ બાબતની નોંધ લેવી જોઈએ, સેનિટેશનના સમીરભાઈ તમે પણ એકાદ મુલાકાત લો..લોકોની સમસ્યા સાથે સ્વાસ્થયની ગંભીર બાબત છે

દેવરાજ બુધેલીયા
સિહોર કંસારા બજાર ગરાસિયાના ખાચામાં આવેલ ઉકરડામાં કારણે સ્થાનિક રહીશોને જીવવું દોહલુ થઈ ગયું છે વાંચકો વિચારતા હશે કે પેટા મુદ્દાઓમાં કેમ નગરપાલિકા પ્રમુખ અને સેનિટેશન વિભાગના સમીરભાઈ દવેનો કેમ ઉલ્લેખ કરાયો છે તો આપને જણાવી દઈએ કે નગરપાલિકા પ્રમુખ શહેરના પ્રથમ નાગરિક છે એટલા માટે તેમને આ બાબતની ગંભીરતા લેવી જોઈએ અને સેનિટેશન વિભાગના સમીરભાઈ દવે જેઓ આ વિભાગના મુખ્ય અધિકારી છે એટલા માટે આ બાબતની ગંભીરતા લેવાઈ તે જરૂરી છે.

અમારા સહયોગી દેવરાજ બુધેલીયાનું કહેવું છે અહીંના લોકો કચરાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રહીશોએ કહ્યું કે અહીં શ્વાસ લેવાઈ તેવી સ્થિતિ નથી, લોકો ઘરે ઘરે બીમાર પડે છે, જીવાતો અને જીવડા ઘર સુધી પોહચી જાય છે, આ ઉકરડો ખૂબ નડતરરૂપ છે કાઢી નાંખો તો હારું તેવો રહીશોએ બળાપો ઠાલવ્યો છે ત્યારે બાબત ગંભીર છે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે સ્થળ મુલાકાત કરીને યોગ્ય કરવા લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here