સિહોરની મહિલાને ધાક-ધમકી આપી દુષ્કર્મ આચરી માતા બનાવી, ભારે ચકચાર, બે સામે પોલીસમાં ફરિયાદ

 

ઓન ધ સ્પોટ – રાત્રીના ૯/૦૫ કલાકે બ્રેકીંગ ન્યુઝ..

આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯/૦૫ કલાકે અમારા સહયોગી હરેશ પવારે સિહોર પોલીસ મથક ખાતેથી વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસ મથકે એક મહિલાએ બે શખ્સો સામે દુષ્કર્મ આચર્યાની અને મદદગારી કરનારી કરનાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બનાવને લઈ ભારે ચકચાર મચી છે સિહોરની એક મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફેઝલ ઇકબાલભાઈ ચુડેસરા એ તા ૩૦/૦૬/૨૦ થી દસ અગિયાર મહિના પહેલા રાત્રીના સમયે મહિલા તથા તેના સંતાનોને જાન થી મારી નાખવાની ધમકી આપી.

તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી અને બાદમાં એક પુત્ર ની માતા પણ બનાવી દેતા આ મહિલા એ ફેઝલ તથા તેની મદદગારી કરનાર જુનેદ આરીફભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહિલા ના બાળકો ને જાનથી મારી નાખવા ની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરી માતા બનાવી દેવાની ઘટના ને પગલે શહેરમાં ચકચાર મચી છે.જેથી પોલીસે આઈપીસી કલમ ૩૭૬/૨ એન,૫૦૬/૨,૧૧૪ મુજબ ગુનો નોંધી આ બનાવ માં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here