સિહોરના ખોડિયાર મંદિર ખાતે ભરતભાઈ મેર અને રીક્ષા ચાલકોએ કોરોના મહામારીમાં નિયમોનું અવશ્ય પાલન કરવાના શપથ લીધા

કોરોના સામે લડવા ભરતભાઈ મેર દ્વારા સતત જાગૃતિનું કામ, એકાદ દિવસ પહેલા સફાઈ કર્મીઓને માસ્ક અને સેનિટાઇઝર કિટો આપી

મિલન કુવાડિયા
કોરોના સંકટે સમગ્ર માનવજાત માટે મુશ્કેલીઓ સર્જી દીધી છે સરકારની સાથે દરેક માણસ પણ આ કોરોના લડાઈમાં જોડાયો છે બીજી તરફ આ એવી લડાઈ છે દેશની સાથે પ્રત્યેક ઘર અને વ્યકિતએ લડવાની છે. કારણ એકલી સરકાર આ લડાઈ લડવા જશે તો આપણે બધા હારી જઈશું, સરકારે આ લડાઈ કેવી રીતે લડવાની તેની વ્યુહ રચના બનાવી છે અને સરકાર તે પ્રમાણે લડી રહી છે.

દેશની કેન્દ્ર સરકાર અને રાજય સરકારો પણ પોતાની પુરી તાકાત લગાવી રહી છે, પણ એક વ્યકિત અને ઘર તરીકે પણ આ લડાઈમાં આપણી કેટલીક જવાબદારી છે જો તે જવાબદારી ઉપાડી આપણે આ લડાઈનો હિસ્સો બનીશું તો મને લાગે છે કે વિશ્વ આખા કરતા ઓછી ખુવારી આપણે ત્યાં થશે તેવું જ કંઈક અહીં થઈ રહ્યું છે દરેક સામાન્ય વ્યક્તિથી લઈ આગેવાનો કાર્યકરો નેતાઓ પોત-પોતાની રીતે જવાબદારો ઉપાડી લીધી છે અને મહામારી સામે સતત જાગૃતિનૂ કામ કરી રહ્યા છે

અહીં એવું જ કંઈક મૂળ સિહોર નજીકના રાજપરા ખોડિયાર ગામના વતની ભરતભાઈ મેર જેઓ વર્ષોથી સામાજિક સાથે જાહેર જીવનમાં જોડાયા છે આ કોરોના મહામારઆ જેઓએ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરેલી છે જેનો ઉલ્લેખ અહીં કરવામાં કદાચ જગ્યાઓ ટૂંકી પડે હજુ બે દિવસ પહેલા ખોડિયાર મંદિર ખાતે સફાઈ કર્મીઓની ચિંતા કરીને જેમને સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું હતું

આજે ખોડિયાર મંદિર રીક્ષા ચાલકોને માસ્ક સેનેટાઈજર ડેટોલ સાબુનું વિતરણ કર્યુ હતું અને સૌએ નિયમોનું પાલન કરી માસ્ક પહેરું સોશ્યલ ડિસ્ટન્સ રાખવું સહિત બાબતમાં સૌએ શપથ લીધા હતા અને માં ખોડીયાર સૌને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરી હતી લાગે છે ભરતભાઇ જેમ દરેક પોત-પોતાની રીતે જવાબદારી પૂર્વક કામ કરશે કદાચ મોટી ખુવારી માંથી ચોક્કસ બચી જશે ઉલ્લેખનીય છે કે ભરતભાઇ મેર દ્વારા સેનીટાઇઝર માસ્ક સાબુ સહિતની જરૂરિયાતની ૫૦૦ કિટો બનાવી છે જેનું વિતરણ પણ જરૂરીયાત લોકોને થઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here