આજથી બાળાઓ પાંચ દિવસીય મોળાકત વ્રત કરશે, વ્રતના પ્રારંભે જુદી-જુદી જગ્યાએ જવારાનુ વિતરણ કરાયુ

દેવરાજ બુધેલીયા
આજથી સિહોર સહિત પંથકમાં બાળાઓ દ્વારા પાંચ દિવસીય મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે અષાઢ સુદ અગિયારને આજથી દેવપોઢી એકાદશી છે. સાથે ચાતુર્માસનો પણ પ્રારંભ થયો છે અને મોળાવ્રતનો પણ આજથી પ્રારંભ થશે. દેવપોઢી એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં શાંતિ મળે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની આરાધના કરી પ્રસન્ન કરવાનો અવસર માનવામાં આવે છે.

શહેરના મંદિરોમાં આજથી બાળાઓ વહેલી સવારથી જવારા અને ભગવાનની પૂજા-અર્ચના કરશે અષાઢ સુદ અગિયારસના દિવસ તા. ૧ જુલાઇને  બુધવારથી બાળાઓના મોળાવ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત ગૌરીવ્રત, મોળાકત અને મોળાવ્રત એમ ત્રણ નામથી ઓળખાય છે. અષાઢ સુદ અગિયારસથી ગુરૂપૂર્ણિમાના દિવસ સુધી આ વ્રત ચાલશે એટલે કે, તા. ૧ થી પ જુલાઇ સુધી નાની બાળાઓએ મીઠા વિનાનું ભોજન લેવાનું હોય છે. ઘઉંના જવારા વાવી નાની બાળાઓ રોજ વહેલી સવારે તેનું પૂજન અર્ચન કરશે.

પાંચ દિવસ સુધી બાળાઓ સુંદર વસ્ત્રો પહેરશે. આ વ્રતથી બુધ્ધિ શકિતમાં વધારો થાય છે અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જવારા પૂજન’ કરે છે. આંગણની જમીન – ખેતર-જારના સાંઠાથી ખેડીને ચોરસ કયારો બનાવી તેમાં આડા ઉભા ચાસ પાડી. તે પર ડાંગર, ચોખા પાથરી તેમાં સાંઠી -ધ્વજ મૂકી કંકૂ-ચોખાથી ભૂમિમાને પૂજે છે.આ વ્રત દરમ્યાન કન્યાઓ મોળું જમે છે. તેથી આ વ્રત ‘મોળાકત’ વ્રત કહેવાય છે. માતા-પિતા મામા-ફોઇ ‘કન્યાને’, ‘ખઉં’ મોકલાવે છે. જેમાં કોપરૃંં, બદામ, કાજુ, દ્રાક્ષ, ખારેક, અંજીર ડ્રાયફુટ મોકલાવે છે. કન્યાઓ દેવમંદિરે દર્શને જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here