પેટ્રોલ ડીઝલના તોતીંગ ભાવ વધારા સામે આક્રોશ, અસહ્ય તોતીંગ ભાવ વધારાની દેશનો આમ આદમી પીસાઈ રહ્યો છે, આપની હૈયાવરાળ

બ્રિજેશ ગૌસ્વામી
પેટ્રોલ ડીઝલ ભાવ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનમાં સિહોર આમ આદમી પાર્ટી પણ જોડાઈ છે કોરોના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં મોદી સરકાર સંવેદનહીન બની છે એક તરફ વૈશ્વિક ફુડના ભાવ તળિયે છે ત્યારે તિજોરી ખાલી થયેલનું બહાનું બતાવી સરકાર પોતાના માનીતાઓના ખિસ્સા ભરી રહી છે . પાછલા ત્રણ મહિનામાં લોકડાઉન દરમયાન ધીમે ધીમે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો જનતાની કમર તોડી રહ્યો હતો

તેવામાં કોઈપણ બહાને વારંવાર એ કસાઈઝ ડ્યુટી વધારીને સરકારે પેટ્રોલ – ડીઝલના ભાવ આસમાને પહોંચાડી દીધા છે . ૭ જુનથી અત્યાર સુધીમાં સરકારે પેટ્રોલમાં આશરે ૧૧ રૂપીયા જેટલો અને ડીઝલ માં ૧૪ રૂપીયા જેટલો તોતીંગ વધારો કરી દીધો છે . આનાથી સરકારને તગડી કમાણી થઈ રહી છે અને તેમના મળતીયાઓના ખિસ્સા ભરાઈ રહ્યો છે . જયારે આમ આદમી ભીંસાઈ અને પીસાઈ રહ્યો છે

અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના આ સમય માં સરકારી નીતિઓ પ્રજા ઉપર અમાનુષી જુલમ કરી રહી છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે .આ અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશવ્યાપી આંદોલન ચલાવવા જઈ રહ્યા છે . ત્યારે સિહોરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન આપી રજુઆત કરી હતી તાલુકા પ્રમુખ અનિલભાઈ ચાવડાએ જણાવ્યું છે કે

મહામારીના કપરા સમય માં સંવેદનાહીન સરકાર નફાખોરી કરી રહી છે . સરકારના આ મનઘડત નિર્ણયોથી આમ આદમી પીસાઈ રહ્યો છે . આમ આદમી પાર્ટીનું આ ભાવવધારા સામેનું પ્રદર્શન સરકારની અણઘડ નીતિઓ સામે સામાન્ય માનવીનો રણકો છે . સરકાર આમાંથી બોધપાઠ લે અને ભાવ વધારો પાછો ખેંચે એ જ આમ આદમી પાર્ટીની માંગ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here