સિહોર હોમગાર્ડ યુનિટ પહેલા ક્રમાંકે, જિલ્લા રમત ગમત શેત્રે રસ્સાખેંચ સ્પર્ધામાં અવ્વલ, પ્રમાણપત્ર અપાયા

હરેશ પવાર
સિહોર હોમગાર્ડ યુનિટે જિલ્લા શેત્રે યોજાયેલ સ્પર્ધામાં બાજી મારી છે અને ભાગ લેનાર જવાનોને પ્રમાણપત્ર એનાયત કરાયા છે થોડા દિવસ પહેલા જિલ્લા શેત્રે હોમગાર્ડ યુનિટનો રમોત્સવ યોજાયો હતો જેમાં જિલ્લાના વિવિધ યુનિટોએ ભાગ લીધો અને આ સ્પર્ધામાં વિવિધ રમતો યોજાઈ હતી જેમાં સિહોર યુનિટે રસ્સાખેચ સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવ્યો હતો જેના ભાગરૂપે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અધિકારી વાણેચાએ ની સિહોર યુનિટની મુલાકાત વેળાએ જિલ્લા ખાતે યોજાયેલ હોમગાર્ડ યુનિટ સ્પર્ધામાં ભાગ લઈને અવ્વલ સ્થાન મેળવનાર સિહોર જવાનોને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનીત કરાયા હતા અને હોમગાર્ડ જવાનો નો જુસ્સો વધારવા મુખ્ય જિલ્લા અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here