કોરોનાની મહામારીના માર ઉપરાંત, ફ્રુટ, સુકા મેવા, પુજા સામગ્રીના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગને અસર

બ્રિજેશ ગૌસ્વામી
હવે દિકરીના મા-બાપે ગૌરીવ્રત દરમિયાનના બજેટમાં પણ વધારો કરવો પડશે. એક સામાન્ય પરિવાર વધુ નહીં તો માત્ર ૧૦૦ ગ્રામ સુકો મેવો ખરીદવા જાય તો પણ બધા પ્રકારનો સુકો મેવોનું  કુલ બજેટ રૂ. ૫૦૦ થી વધુએ પહોંચી જાય છે.  એ પછી ગૌરીવ્રત ના પાંચ દિવસના ઉપવાસ દરમિયાન ફળોના ભાવ પ્રમાણે વ્રત રાખનારી કન્યાને સ્વાભાવિક રીતે પાંચ દિવસમાં રૂ. ૩૦૦ થી ૪૦૦ ના ફળ ખાવા જોઈએ ઉપરાંત પુજા સામગ્રીની કિંમત માર્કેટમાં રૃા. ૮૦ થી ૧૦૦ સુધીની થઈ જાય.

હાલમાં ફ્રુટ અને ડ્રાયફુટના ભાવ ઉપર નજર કરીએ તો એક મધ્યમવર્ગીય પરીવારની દિકરીને ગૌરીનું વ્રત લગભગ રૂ. ૧૦૦૦ થી વધુમાં પડશે. અત્યારે ઝડપી વધી રહેલા શહેરીકરણ સામે ગૌરીવ્રત કરતી છોકરીઓને સ્વાભાવિક રીતે મોળું ખાઈને ઉપવાસ કરવાનું હોય છે. સાથે-સાથે પાંચ ધાન્યના જવારા પણ ઉગાડવાના હોય છે. આવા સમયે સ્વાભાવિક રીતે વ્રત કરતી કન્યાઓને સુકો મેવો અને ફળફળાદી આપવાની વર્ષો જુની પ્રણાલી છે.

વર્ષોથી પ્રણાલી મુજબ ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળ સાથે ડ્રાયફુટ સાથે મીઠા વગરનું એક ટાઈમ ભોજન કરીને વ્રત કરવાનું હોય છે. વર્તમાન સ્થિતિમાં ફ્રુટના ભાવ વધુ છે. એ જ રીતે ગતવરસની સરખામણીમાં ડ્રાયફુટના ભાવોમાં પણ વધારો થયો છે. એક સામાન્ય પરીવાર વધુ નહિ તો માત્ર ૧૦૦ ગ્રામ સુકો મેવો ખરીદવા જાય તો પણ બાધા જ પ્રકારના સુકા મેવાનું બજેટ રૂ. ૫૦૦ ને પહોંચી જાય. ત્યારબાદ ફળોના ભાવ પણ વાધવા પામ્યા છે.

તો હાલની પરીસિૃથતીમાં પાંચ ધાન્યના જવારા સહિતના પુજા સામગ્રીના ભાવમાં પણ વાધારો નોંધાયો છે. ત્યારે આ ઉપરાંત હાલમાં ખાસ ગૌરીવ્રત સ્પેશીયલ મીઠા વગરની વાનગીઓ બનાવવા ફરાળની વસ્તુઓ સાબુદાણા અને રાજગરાના લોટના ભાવમાં પણ વધારો થયો છે. તો નમકીન અને મીઠાઈના દામ પણ ઉંચા થવા લાગ્યા છે. હાલમાં નમકીન પણ વિવિધ વેરાયટીમાં ભાવો વધ્યા છે જોકે જયાપાર્વતી ગૈરીવ્રત કરનારને મીઠા વગરનું ખાવાનું હોઈ સહેજે પરિવારના સદસ્યો ખરીદી લાવે છે બીજી બાજુ મોંઘવારીના કારણે મધ્યમ વર્ગ માટે જીવન દોહયલું બની ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here