ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત, સિઝનનો માત્ર બે ઈંચ જેટલો વરસાદ

દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને તાલુકાના ખેડૂતો અને પ્રજાજનો ચાતક આંખે વરસાદની રાહ જોઇ રહ્યા છે. જેઓ અતિ ભારે અસહ્ય બફારાવાળી ગરમીના માહોલમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દિન-રાત પડતી ભારે ગરમીએ જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. જ્યાં પશુ-પંખીની હાલત પણ દયનીય બની છે. અષાઢ મહિના અડધો પૂરો થવા આવ્યો છતાં અહીં વરસાદ નથી છુટક-છુટક વરસાદ સાથે મોસમનો કુલ આંક ૨ ઈંચ જેટલો થવા પામેલ છે.

વાવણી લાયક સારો વરસાદ થાય તો, વાતાવરણમાં પણ ઠંડક થાય. ક્યારેક વરસાદથી આકાશ એટલું ઘેરાયેલું હોય છે કે, ભારે વરસાદ તૂટી પડશે તેવું લાગે પણ અન્યત્ર ખેંચાઇ જતાં આકાશ ચોખ્ખું થઇ જાય છે અને પુનઃ ભારે ગરમીનો ત્રાસ સતત જારી રહે છે. જેમાં આમ પ્રજા અને તમામ જીવસૃષ્ટી શેકાઇ રહ્યા છે. પ્રવર્તમાન મહામારીના સંજોગોમાં લદાયેલા લોકડાઉન વચ્ચે હવે વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ચિંતા અને ગંભીર સ્થિતિ ઉભી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here