અંદાજીત બે કરોડના ખર્ચે બનતું અટલ ભવન બિલ્ડીંગનું મોટાભાગના કામને આખરી ઓપ, જો નજીકના થોડા દિવસોમાં સત્તાવાર ખુલ્લું મુકાઈ તો બિલ્ડીંગમાં મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની તકતી લાગશે

દેવરાજ બુધેલીયા – હરેશ પવાર
સિહોર નગર પાલિકાનું નવું બિલ્ડીંગ અટલ ભવનનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે નવા બિલ્ડીંગ કામને આખરી ઓપ અપાયો છે ટૂંક સમય અને નજીકના દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓના હસ્તે બિલ્ડીંગને ખુલ્લું મુકાશે જે ગતિવિધિ તેજ બની છે જે બિલ્ડીંગને થોડા જ દિવસોમાં ખુલ્લું મુકાઈ તો હાલના પાલિકા પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદીની તકતી લાગી શકે છે જે સિહોરના પ્રત્યેક નાગરિક માટે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે નવા બિલ્ડીંગ માટે છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી પરંતુ જે માંગ દીપતિબેન ત્રિવેદીના કાર્યકાળમાં પૂર્ણ થઈ છે.

આ બિલ્ડીંગ લોકો માટે એટલું અનુકૂળ છે કે એકદમ હાઇવે અને બસ સ્ટેન્ડ નજીક બરોબર વડલા ચોકની વચાળે આવેલું છે કરોડોના ખર્ચે બિલ્ડીંગના નિર્માણ માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી શરૂ હતી અદ્યતન બિલ્ડીંગ મીની સચિવાલય જેવું જ અને જેમાં નગરપાલિકાના તંત્ર વિભાગના તમામ વિભાગો બેઠકો ઓફિસો અલગ આપવામાં આવી છે પ્રમુખ સહિત વિપક્ષ અને ચેરમેનોની ચેમ્બરો અલગથી અપાઈ છે.

બિલ્ડીંગ બહારના ભાગે ગ્રાઉન્ડમાં લોકો માટે વિશાળ અને અદ્યતન બગીચાની સુવિધા ટોયલેટ વેઇટિંગ ઓફિસ સોલાર ઠંડા પાણીની સુવિધા સમગ્ર બિલ્ડીંગમાં સીસીટીવી ટીવી કેમેરાથી સજ્જ સાથે લોકો માટે એક ટોલ ફ્રી નંબર પણ ખુલ્લો મુકવામાં આવશે બિલ્ડીંગ બહાર આકર્ષક મેઈન ગેટ ઉભો કરાશે સાથે ગ્રાઉન્ડમાં ગાંધીજી સાથે અટલ બિહારી બાજપાઈજી સ્ટેચ્યુ ઉભું કરાશે અને મીની સચિવાલય જેવી વિશેષ અને અદ્યતન બિલ્ડીંગનું નામ અટલ ભવન આપવામાં આવ્યું છે હવે બિલ્ડીંગનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે હવે ટૂંક સમયમાં બિલ્ડીંગ લોકો માટે સત્તાવાર રીતે ખુલ્લું મુકાશે જેમાં મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની તકતી લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here