મિત્ર જુનેદની મદદ લઇ હવસખોર ફેઝલે દુષ્કર્મ કર્યું અને મહિલાએ બાળકીને જન્મ આપ્યો, બંને શખ્સના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા

હરેશ પવાર
સિહોરમાં એક મહિલા સાથે મોંઘીબાની જગ્યા પાસે રહેતા શખ્સે તેના મિત્રની મદદગારીથી દુષ્કૃત્ય આચરી મહિલાને માતા બનાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી ગઈકાલે પોલીસે ગૌતનેશ્વર રોડ પરથી ફેઝલ અને મિત્ર જુનેદને ઝડપીને ગિરફ્તાર કરી લીધા છે બંને શખસના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતાની સાથે ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં રહેતા એક ૩૫ વર્ષીય પરિણીત મહિલાએ પોલીસ મથકમાં ફેઝલ ચુડેસરા (મોંઘીબાની જગ્યા પાસે) અને તેના મિત્ર જુનેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩૦-૬ થી ૧૧ માસ પૂર્વે મોડી રાત્રિના અરસા દરમિયાન ફેઝલ ચુડેસરાએ (મોંઘીબાની જગ્યા પાસે)તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

તેના મિત્ર જુનેદની મદદગારીથી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તેણીને ગર્ભ રહી જતાં તેણી દિકરીની માતા બની હતી. ત્યારબાદ આ શખસોએ મહિલાને તથા તેના સંતાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. ઘટના સંદર્ભે મહિલાની ફરિયાદ અનુસંધાને સિહોર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી પી.એસ.આઇ. પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી કુકર્મ કરનાર ફેઝલ અને મદદગારી કરનાર મિત્ર જુનેદની અટક કરી કોરોન્ટાઇન કર્યા બાદ કોરોનાનો રિપોર્ટ કરાવાયા હતા.

જે રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે આજે સાંજે બંનેની ધરપકડ કરી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે ફેજલના મિત્ર જુનેદ અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યો છે પોલીસ કર્મી પર પણ હુમલો કરી ચુક્યો છે અનેક ગુનાઓ પોલીસ નોંધાયેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here