લોકડાઉનમાં ધંધા – રોજગાર ભાંગી જતા વાલીઓ આર્થિક સંકટમાં, ખાનગી શાળાઓમાં ઉંચી ફી ઉપરાંત ડ્રેસ, પાઠય પુસ્તકોનાં ખર્ચા, શાળાએ જવાની છૂટ મળે એ પહેલા અનેક પરિવારોના બાળકોએ સ્કૂલ બદલાવી નાખી

દેવરાજ બુધેલીયા
લોકડાઉનમાં ધંધા – રોજગાર ત્રણેક મહિના સુધી બંધ રહેતા લોકો આર્થિક સંકટમાં આવી ગયા છે ગામડાઓમાં તો રોજગારની હાલત વધારે ખરાબ થઈ છે. કોરોના સંકટમાં સરકારે શાળાઓની પ્રથમ સત્રમાં ફી માફીની કોઈ જાહેર ન કરતા અંતે અનેક વાલીઓએ હવે તેમના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ લેવા તરફ વળ્યા છે. સિહોર શહેર સહિત આજુબાજુઓના ગામડાઓમાં સરકારી શાળાઓમાં પ્રવેશ લેનારાની સંખ્યા સતત વધી રહી છે. ધો. ૧ થી ૮ સુધીની શાળાઓમાં પણ હજારોની ઉંચી વાર્ષિક ફી લેવામાં આવી રહી છે.

ઉપરાંત પાઠય પુસ્તક અને ડ્રેસ સહિતનાં નામે વાલીઓને ખંખેરવામાં જ આવી રહયા છે બીજી તરફ ગામડાઓમાં કેટલીક સરકારી શાળાઓ ખાનગીને ટકકર મારે તેવી છે. સરકારી શાળાઓમાં પાઠય પુસ્તકો મફત અપાઈ રહયા છે ફી દરેકને પોષાય તેવી હોય છે. શાળાઓ કોરોનાને કારણે માર્ચથી જ બંધ છે. શૈક્ષણિક સત્ર તા. ૮ મી જૂનથી શરુ થઈ ગયુ છતાં પણ કોરોનાનું સંક્રમણ ખાળવા વિધાર્થીઓને હજુ શાળાએ જવાની છૂટ અપાઈ નથી  મંજૂરી મળે એ પહેલા અસંખ્ય વિધાર્થીઓએ શાળા બદલાવી નાખી છે.અનેક કારણોસર વિધાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here