આજે સુરકાના દરવાજા પાસે આઇસર પલ્ટી મારી ગ્યું, અહીંના રોડની સ્થિતિ કોઈને દેખાતી નથી, જવાબદારો આખે પાટાઓ મારીને અહીંથી પસાર થાય છે અને સરકારની આબરૂની ધૂળ-ધાણી કરે છે

હરેશ પવાર
સિહોરના સરકારી અધિકારીઓ અને એમના તંત્રને લોકો કમોતે એમાં જ રસ છે ભલે સરકારની આબરૂની સરાજાહેર લીલામી..થાય અકસ્માતો થાય..પણ રોડને રીપેરીંગ કે નવા નહિ બનાવીએ એવું મનથી મનાવી લીધું છે ટાણા રોડ દશા ૧૬મી સદી જેવી થઈ ગઈ છે ગતિશીલ ગુજરાત કે સંવેદનશીલ સરકારના સુવાળા સૂત્રો માત્ર જવે શબ્દોમાં રહ્યા છે અને તંત્ર સરકારની આબરૂની સરા જાહેર લીલામી કરે છે ટાણા રોડને રીપેરીંગ કરવામાં શુ પેટના દુઃખે છે એ લોકોની પણ સમજ બહાર છે આ રોડની સમસ્યાને અગાઉ અનેક વખતો રજૂઆતો થઈ ચૂકી છે.

આ રોડને લઈ આગેવાન નાનુભાઈ ડાખરા, હરેશ પવાર સહિતના અગ્રણીઓ અનેક વખતો રજુઆત કરી છે પરંતુ તંત્રને તો લોકો કમોતે મરે તેમાં જ રસ છે ટાણા રોડ પર મોત ને આમંત્રણ આપતા અનેક ખાડાઓ આવેલા છે આજે સુરકાના દરવાજા પાસે દૂધ ટાંકો ખાડા માં ફસાતા પલ્ટી મારી ગયો હતો કોઈ જાનહાની થવા પામી ન હતી રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતું..જાડી ચામડીના અધિકારીઓને બધું દેખાતું નથી આખે પાટાઓ મારીને સરકારી ગાડીઓમાં ફરે છે..તંત્ર નહિ સમજે..બસ ઈશ્વર બધું સારું કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here