આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : શિવ મંદિરોમાં પૂજન અર્ચન : મંગળવારે જાગરણ

દેવરાજ બુધેલીયા
આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે . યુવતિઓને સારો વર અને સારૂ ઘર પરિવાર મળે તેવી કામનાથી આ વ્રત કરવામાં આવતુ હોય છે . બે દિવસ પહેલા નાની બાળાઓના મોળાકત વ્રતનો આરંભ થયા બાદ આજે મોટી યુવતિઓના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે . નવા વસ્ત્ર પરિધાન કરી હાથમાં જવારા લઇ બાળાઓ વ્રતનું પૂજન કરી મંદિરોમાં પ્રાર્થના કરી હતી.

મહાદેવજીના મંદિરોમાં આજે ગોરમાના સ્થાપન કરી વ્રતનું પૂજન કરવામાં આવેલ . પાંચ દિવસ નમક વગરના મોળા ભોજન સાથેના એકટાણા કર્યા અંતિમ દિવસે રાત્રી જાગરણ કરી વ્રતનું સમાપન કરવામાં આવે છે . તસ્વીરમાં શંકર પાર્વતીનું પૂજન કરતી નાની મોટી બાળાઓ નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here