લોકોએ સમજવું પડશે : કોરોનાનો તાંડવ ભરખી જશે તેની લેશમાત્ર ચિંતા કર્યા વગર સિહોર ડે કલેકટર રાજેશ ચૌહાણ પોલીસ અને પાલિકા ટિમો સતત રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે

હરેશ પવાર – દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસ થી રાજ્ય સાથે દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે સરકારી અધિકારીઓ પણ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે મુશ્કેલીના સમયમાં સમાજસેવી સંસ્થાઓથી લઈને દરેક લોકો પોતોનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે જ્યારે અધિકારીઓ પણ કોરોના તાંડવ ભરખી જશે તેની લેશમાત્ર ચિંતા કર્યા વગર છેલ્લા સો દિવસ કરતા વધુ સમયથી જવાબદાર અધિકારીઓ સતત કામો કરી રહ્યા છે બીજી બાજુ બેદરકારી દાખવનાર લોકોએ પણ સમજવું પડશે કારણકે કોરોના કપરો કાળ અને તાંડવ જે રીતે પ્રસરી રહ્યું છે તે ચિંતાજનક છે.

ત્યારે સિહોરના ડે કલેકટર રાજેશ ચૌહાણ ટિમ પોલીસ અને નગરપાલિકા ટિમો દ્વારા શહેરના અલગ અલગ જગ્યાઓ પર માસ્ક ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે કોરોના કહેર ને લઇ ને સરકારની ગાઇડ લાઇન છતા માસ્ક ના પહેરતા લોકો સામે તંત્ર લાલ આંખ કરી છે સરકારની સુચના અનુસાર સિહોર શહેરના લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવા, વાહન મુસાફરી સમયે તથા આવશ્યક પુછપરછના સમયે અને અન્ય વ્યક્તિ સાથેવાતચીત કરવા સમયે ચહેરા પર માસ્ક કપડું પહેરવાના નિયમોનું ચુસ્તપણે અમલ થાય તેની તકેદારી રાખવા આવયશક છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે શહેરના વિસ્તારોમા પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ ટિમ પોલીસ પાલિકા ટિમો દ્વારા માસ્ક પહેરવાના નિયમનું પાલન થાય તેની ખાસ તકેદારી રાખવાના હેતુથી ચેકીંગ હાથધરવામાં આવ્યું હતું. જેમાં માસ્ક પહેરવાના નિયમના ઉલ્લંધન બદલ આજે એક દિવસમાં ૮૩ લોકો પાસેથી ૧૬ હજારથી વધુની રકમ દંડ પેટે વસુલવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here