સિહોર સફાઈ કામદારોને ગરમ વસ્ત્રોનું વિતરણ

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા વિભાગમાં કામ કરતા સફાઈ કામદારોને ગરમ વસ્ત્રો અપાયા છે શિયાળાની સિઝન ચાલી રહી છે ઠંડીનો માહોલ છે નગરપાલિકા સેનિટેશન વિભાગમાં મોટી સંખ્યામાં સફાઈના કામદારો ફરજ બજાવે છે વહેલી સવારે કાતિલ ઠંડીમાં પોતાની નિષ્ઠાથી ફરજ બજાવતા સફાઈ કરતા કામદારોને ગરમ વસ્ત્રો અપાયા છે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી અને શંકરમલ કોકરાની ઉપસ્થિતિમાં કામદારોને ગરમ વસ્ત્રો અપાયા હતા અહીં સેનિટેશન વિભાગના સમીર દવે લખમણભાઈ રબારી હરદેવભાઈ ખાસ હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here