નાની બાળાઓના ગૌરીવ્રતમાં ફરાળ અને નોટબુકોનું વિતરણ કરતા સિહોર પીઆઇ ગોહિલ

હરેશ પવાર
મોળાકત અને જયાંપાર્વતીના બહેનોમાં વ્રત શરૂ થઈ ગયા છે. કોરોના લોકડાઉન વચ્ચે પણ નાની દિકરીઓ હોંશભેર મોળાકત અને ગૌરીવ્રત રહીને આસ્થાભેર પૂજન કરીને વ્રત ઉજવી રહી છે. આવા સમયમાં પણ પોતાની ફરજ સાથે જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા સદા તતપર રહેતા સિહોર પોલિસ મથકના પીઆઇ કે.ડી.ગોહિલ દ્વારા સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલ રામનગર પ્લોટિંગ ખાતે સહજાનંદ શિક્ષા ભવનમાં નાની બાળકીઓને બોટબુકો અને પેન તેમજ ફરાળમાં મીઠા વગરની વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અહીંના પછાત વિસ્તારમાં રહેતી બાળકીઓ ફરાળ અને નોટબુકો મેળવીને ખુશ ખુશાલ થઈ ગઈ હતી અને બધી દિકરીઓએ પીઆઇ ગોહિલ સાથે પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here