સોમવારથી કરિયાણા દુકાનો સવારે ૮ થી બપોરે ૨ સુધી જ ખુલી રહેશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર સાથે ભાવનગર જિલ્લામાં હવે કોરોના એ વેગ પકડ્યો છે. દરરોજ ના કેસોની સંખ્યા હવે બે આંકડામાં પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવનો આંકડો ૩૦૦ ને પર થઈ ગયો છે. હરરોજ વધી રહેલા કેસોને લઈને જીલ્લા ભરમાં લોકો ચિંતાતુર થઈ ગયા છે. ત્યારે સિહોર કરીયાણા એસોસિએશન દ્વારા આજે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તા.૦૬/૦૭/૨૦૨૦ ને સોમવારથી સિહોરની તમામ કરીયાણા ની દુકાનો સવાર ના ૮ થી બપોરના ૨ સુધી જ ખુલી રાખવામાં આવશે. પ્રજાજનો હિત માટે થઈને કરીયાણા એસોસિએશન પ્રમુખ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here