માતા પિતા અને પરિવારે દીકરીને ઠપકો આપ્યો અને દીકરી ઘરેથી જતી રહી, સિહોર ૧૮૧ ને કોલ મળ્યો અને પરિવાર ઉજડતો બચી ગયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના એક પરિવાર અને માતા પિતાએ ૧૬ વર્ષની પુત્રીને ઠપકો આપતા લાગી આવતા જેઓ ઘર છોડીને જતી રહી હતી જોકે અહીં સિહોર ૧૮૧ ટીમે એક પરિવારને ઉજડતા બચાવી લીધો છે ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સાઓને ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન આપવા માટે રાજ્ય સરકારે ૨૦૧૪માં  ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૂ કરતા અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદ રૂપી બની રહી છે.

ત્યારે ગઈકાલે સિહોરના એક પરીવાર માટે પણ આ સેવા આશીર્વાદરૂપ બની છે સિહોર બસ સ્ટેશનમાં રાત્રિના સમયે એક યુવતી મળી આવતા તેની મદદ માટે સિહોર ૧૮૧ ટીમને મદદ માટે બોલાવામાં આવેલ. ૧૮૧ અભયમ ટીમને જાણ થતાં ઘટના સ્થળે ૧૮૧ ટિમ પહોંચી હતી. યુવતી ને પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમને ઘરે યુવતીના પિતા દ્વારા ઠપકો આપવામાં આવતા યુવતી ગુસ્સામાં આવીને ઘરેથી બહાર નીકળી આવેલ હતી. હવે તેમને ઘરે તેમના મમ્મી પપ્પા પાસે જવું નથી. જેથી યુવતીને તેમના પરિવાર લેવા માટે આવેલ યુવતી ઘરે જવાની ના પાડી હોઈ જેથી યુવતીને ઘરે તેમના પરિવાર સાથે જવા માટે સમજાવેલ. યુવતીને તેની ભૂલ સમજાતા યુવતી ઘરે જવા માટે તૈયાર થયેલ આવી રીતે ૧૬ વર્ષની યુવતીને ૧૮૧ અભયમ ટિમ દ્વારા સમજાવી પરિવાર સાથે ઘરે મોકલી હતી કામગીરીમાં વૈશાલી સરવૈયા, પ્રકાશ ડાભી, આરતીબા ગોહિલ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here