સિહોર સાથે ભાવનગર જિલ્લો ભયભીત : સવા મહિનામાં કેસ ડબલ થયા, ચાર લોકડાઉનના ૬૮ દિવસમાં ૧૨૦ કેસ, અનલોકના ૩૪ દિવસમાં અધધ..૨૩૩ કેસ

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
જિલ્લામાં ચાર લોકડાઉન બાદ અનલોક એક અને બેના માત્ર ૩૪ દિવસમાં જ કોરોનાનો જવાળામુખી ફાટયો હોય તેમ દરરોજના સરેરાશ છ થી સાત કેસ સામે આવવા માંડયા છે. જેટલા કેસ લોકડાઉનના સવા બે મહિનામાં સામે આવ્યા હતા. તેની સામે સવા મહિના (જૂન અને જુલાઈ મહિના પ્રારંભિક ચાર દિવસ)માં કેસની સંખ્યા ડબલ થઈ છે. ૩૪ દિવસમાં ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય રાજ્ય-જિલ્લા અને દેશના કોરોના પોઝિટિવ દરદીની સંખ્યા ૨૩૩ થઈ આંબી ગઈ છે. કોરોનાની મહામારીએ ભયભીત બનાવ્યું છે. તેમાં પણ જૂન માસથી શરૃ થયેલા અનલોકના તબક્કાએ કોરોનાની ચિંતાને ભયજનક રીતે વધારી દીધી છે.

અનલોકના તબક્કામાં જ લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છે, તે લોકો માટે ચિંતાજનક છે. તેમ છતાં કોરોનાની ગંભીરતા વધવાને બદલે ન સમજી શકાય તેમ ઘટી રહી છે. એક સમયે શહેર કે જિલ્લામાં માત્ર એક કેસ આવતો તો પણ હાહાકાર મચી જતો હતો. આ મહામારીથી બચવા લોકો સ્વયંમ શિષ્ટ રાખી સરકારી ગાઈડલાઈન અને નિયમનું પાલન કરતા હતા. પરંતુ ધંધા-રોજગાર શરૃ થતાં, પોલીસ-સરકારી તંત્રએ નિયમની અમલવારીમાં ઢીલાશ શરૃ કરતા જ તેનો લોકો ગેરલાભ ઉઠાવી કોરોના પ્રત્યેની ગંભીરતાને છેટી મુકી રહ્યા છે. કોરોનાની રફ્તાર પર નજર કરીએ તો ૨૫મી માર્ચે લાગ્યું હતું. તેના બીજા જ દિવસે ભાવનગરમાં કોરોનાએ ઘાતકી એન્ટ્રી કરી લીધી હતી.

બાદમાં જૂન માસના પ્રારંભ સાથે ધંધા-રોજગાર અને જનજીવન પૂર્વવત કરવા માટે અનલોક-૧.૦નો તબક્કો શરૃ કરાયો. આ દિવસના સમયગાળામાં એટલે કે જૂન માસમાં પોઝિટિવ દરદીઓ ૧૬૦ થયા. હવે ૧લી જુલાઈ અનલોક-૨.૦ના તબક્કાના ચાર દિવસ જ થયા છે, ત્યાં પાછલા ચાર દિવસમાં અધધ.. ૭૩ કેસ સામે આવી ચુક્યા છે. આમ, લોકડાઉન અને અનલોકની તુલના કરીએ તો લોકડાઉનના ૬૪ દિવસમાં માત્ર ૧૨૦ કેસ હતા. એટલે કે દરરોજના સરેરાશ બે કેસથી ઓછા તેની સામે અનલોકના ૩૪ દિવસમાં ૨૩૧ કેસ નોંધાયા છે. એટલે કે રોજના છ થી ૭ કેસની સરેરાશ થઈ ગઈ છે. હજુ ટેસ્ટિંગનું પ્રમાણ વધશે તો આ આંકડો ક્યાંય જઈને અટકશે ! ત્યારે જેટલી તકેદારી લોકડાઉનમાં રાખી તેનાથી વધુમાં વધુ તકેદારી અને જાગૃતતા હવે આગળના સમયમાં સૌ કોઈ રાખશે તો જ ભાવનગરને અમદાવાદ કે સુરત થતાં અટકાવી શકાશે અને તો જ કોરોનાની જંગ સામે ભાવનગર જીતી શકશે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here