સુરતનો હીરા ઉદ્યોગ બંધ થયાની અસર ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાઇ, કોરોનાના સંક્રમણે ફરી રોજગારી છીનવી, કામ ન મળતા, આયાત-નિકાસ બંધ થતા હાલાકી વધી

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામા કોરોના કેસો વધવામાં કારણે ફરી મુશ્કેલીઓ ઉભી થઇ છે લોકોને સ્વૈચ્છિક ધંધા રોજગાર કરવાની ફરજ પડી છે ત્યારે સિહોર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હીરાના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે બીજી બાજુ કોરોનાનું સંક્રમણ વધતા સુરતમાં હીરાના કારખાના બંધ થતા તેની અસર ગ્રામ્યના વિસ્તારોમાં હીરા ઉદ્યોગ પર પડવાની શરૂ થઇ છે.

સિહોર સાથે ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ સુરતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલો હોવાથી ગ્રામ્યમાં હીરાના કારખાનાઓ ફરી બંધ થયા છે અનલોકડાઉન-૨ માં પણ કોરોનાનું સંક્રમણ  પીછો છોડતું નથી.  માંડ શરૂ થયેલા ધંધા-રોજગાર હવે પાછા બંધ કરવા પડે તેવી નોબત આવી પડી છે.  સંક્રમણ બેકાબૂ થતા હીરાના કારખાના બંધ કરાયા છે.  જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની જવા પામી છે.  છેલ્લા બે માથી કારખાના બંધ હતા.  છેલ્લા એક માસથી માંડ કારખાના શરૂ થયા અને તેમાંય હવે સુરતનું સંકટ આવી પડતા સિહોર પંથકના હીરાના કેટલાક કારખાના નાછૂટકે બંધ કરવા પડી રહ્યા છે. રોજગારી ન મળતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here