આજે ગુરુપૂર્ણિમા – સિહોર શહેર અને તાલુકામાં કોરોના કહેરથી શિષ્યો રહ્યા ગુરુપૂજન થી વંચિત

મિલન કુવાડિયા
સિહોર એટલે છોટે કાશી તરીકે પ્રસિદ્ધ. સિહોર તાલુકામાં અનેક સંતો મહંતોના બેસણા છે. સિહોર મોંઘીબા ની જગ્યા, ગૌતમેશ્વર મહાદેવ, અગિયાળી આશ્રમ, વાંકીયા હનુમાન આંબલા, દાનેવ આશ્રમ સણોસરા, ભારતી આશ્રમ ચોગઠ, ગોપાલ આશ્રમ દેવગાણા સહિતના અનેક આશ્રમો સિહોરની પુણ્ય ધરતી ઉપર બિરાજમાન છે. આજે ગુરુપૂર્ણિમા એટલે ગુરુના વિશેષ પૂજન કરવાનો દિવસ. જીવનના અંધકારમાં આશાનો ઉજાસ દેખાડે છે ગુરુ. ભટકેલા માર્ગે થી સાચા માર્ગ ઉપર લાવી આપે તે ગુરુ. આધ્યાત્મિક સાથે જીવનના દરેક કપરા સમયમાં જેની પાસેથી કંઈક શીખવા મળ્યું હોય તે પણ આપણા ગુરુ જ કહેવાય.

આજે ગુરુપૂર્ણિમામાં સૌરાષ્ટ્ર સહિત દેશના અનેક ગુરુ મંદિરોમાં મસમોટી ભીડો ભક્તોનું ઘોડાપુર ઉભરતું હોય છે પરંતુ આ વખતે કોરોનાના કહેરને લઈને ગુરુ આશ્રમો અને મંદિરો સુના રહી ગયા. સંસ્કૃત શ્લોકો, પૂજન અર્ચન, પ્રસાદ, ગુરુ ગુણગાન સહિતના મોટા મોટા કાર્યક્રમ ઉપર કોરોનાએ ગ્રહણ લગાવી દીધું છે. આજના દિવસે કોરોના વાયરસ ને લઈને શિષ્યો પોતાના ગુરુના પૂજનથી વંચિત રહી ગયા હતા. ગુરુપૂર્ણિમા માં શિષ્યો માટે મોટા મોટા ધર્મસ્થળો દ્વારા ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી શિષ્યોએ ઘરે બેઠા દર્શન કરીને આ વખતે સંતોષ માનવો પડ્યો હતો. શિષ્યો દ્વારા ઘરેબઠા જ ગુરુ પૂજન કરીને ગુરુપૂર્ણિમા ની ઉજવણી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. સંત ન હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠારત ઠામો ઠામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here