સિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરના ધાર્મિક સ્થાનોનું જળ અને માટી એકત્ર કરીને મોકલવવાની તજવીજ હાથ ધરાઇ

દેવરાજ બુધેલીયા
ભારતની રાષ્ટ્રિય અસ્મિતાના પ્રતિક રામમંદિરનું આગામી દિવસોમાં અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે તેના પાયામાં ભારતના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળોની માટી અને જળ પધરાવવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિહોર વિવિધ મંદિરો ખાતેથી પવિત્ર માટી પવિત્ર જળ એકત્રિત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહયું છે.જેથી મંદિરના નિર્માણ માટે પવિત્ર તીર્થના જળ અને માટી એકત્ર કરાયા હતા સિહોર વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ દ્વારા સિહોર વિવિધ મંદિરો ખાતેથી જળ અને માટી એકત્ર કરી અયોધ્યા ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

અયોધ્યા ખાતે ઘણા સમયથી રામ મંદિરના નિર્માણ માટે લડત ચાલતી હતી.જેને ટૂંક સમય અગાઉ મંજૂરી મળતાં અયોધ્યા ખાતે રામમંદિરનું નિર્માણ થઈ રહયું છે.જેથી પવિત્ર તીર્થના જળ અને માટી એકત્ર કરાઈ રહી છે.ઘણા લાંબા સમયથી રામ મંદિરનો વિવાદ ચાલતો હતો.પણ આ મંદિરના નિર્માણ માટે મંજુરી મળતાં દેશભરના રામભક્તોમાં આનંદ છવાયો છે.આ પવિત્ર મંદિરનેા નિર્માણ માટે દેશભરમાંથી પવિત્ર સ્થાનોની માટી અને જળ એકત્ર કરાઈ રહયું છે ત્યારે સિહોર વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ કાર્યકરોએ શહેરના મંદિરો ખાતેથી પવિત્ર જળ અને માટી લઈ અયોધ્યામાં બની રહેલ નવીન રામમંદિર માટે એકત્ર કરી મોકલવાની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here