સિહોર મોબાઈલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક, રિવાઇન્ડર વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન, ૮ થી ૩ દુકાનો ખુલ્લી રહેશે, દરેક વેપારીઓ સહકાર આપવા અનુરોધ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર મોબાઈલ સહિતના ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક, રિવાઇન્ડર વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયો છે અને એસોસિએશન દ્વારા નક્કી કર્યા મુજબ કોરોના વાયરસની મહામારી સંક્રમણ દિવસેને દિવસે પોઝિટિવ કેસ વધતા જતા હોય જેને ધ્યાને લઇ સિહોર મોબાઇલ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ તારીખ ૬ને સોમવારથી તમામ મોબાઇલની દુકાનો સવારે ૮ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી જ વેપાર શરૂ રહેશે. કોરોનાની મહામારી ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે દરેક વેપારીઓ સહકાર આપવા અનુરોધ કરાયો છે તેમજ માસ્ક સેમેટાઇઝર સોશ્યલ ડિસ્ટન્સ સેફટી વગેરે નિયમોનું પાલન કરવું અને લોકોએ પોતાની ફરજ સમજીને આ નિયમ પાળવા માટે એસોસિએશન દ્વારા અનુરોધ કરાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here