મુકેશ જાનીએ કહ્યું અહીં તો ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ઘાટ વેપારીઓને માસ્ક પહેરવા અને નિયમો બતાવીને દંડ ફટકારતા પહેલા નગરપાલિકા બિલ્ડીંગમાં જરૂરી કામગીરી કરો

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકાનો વહીવટ ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ચાલે છે . હાલમાં સિહોર નગરપાલિકાનું તંત્ર રોડ ઉપર કે દુકાનો ઉપર જઈને રૂઆબ પાડી લોકોને મારક ન પહોર્યા હોય કે દુકાનદારોએ સેનેટાઈઝને લગતી કીટ ન રાખી હોય તો દંડ ફટકારે છે . લોકોના સ્વાથ્ય માટે શીરતના ભાગરૂપે આ બાબત સારી ગણાય . પરંતુ નગર પાલિકામાં આજ બાબતને લઈને હોતા હૈ ચલતા હૈ નો પાટ છે.હાલમાં કોરોના વાઈરસના એકમવાના કિસ્સા વધવા માંડયા છે . અને વ્યાપક પ્રમાણમાં સમગ્ર ગુજરાત તેમજ ભાવનગર જીલ્લો ઝપટમાં આવી ગયેલ છે.

સિહોરમાં પણ હાલમાં કેસ નોંધાયેલ છે , ત્યારે આ બાબતની ગંભીરતા નગરપાલિકા દ્વારા લેવાતી ન હોય તેવું નગરપાલિકાની મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવશે . નગરપાલિકાના મુખ્ય દરવાજામાં કોઈપણ જાતની ટેમ્પરેચર ગન કે સેનેટાઈઝરના એ ધ્વારા તપાસ કે હેન્ડવોશ કરવામાં આવતા નથી . તેમજ બહાર આવનારા લોકો એવા અજાણ્યા વ્યકિત દિવસ દરમ્યાન હજારોની સંખ્યામાં આવતા હોય છે જેથી નગરપાલિકાના કર્મચારીઓને સંક્રમણ થવાનો ખતરો રહેલો છે , કારણ કે આ લોકો દ્વારા ૨ કમ ભરવાની થતી હોય છે કે કાગળોની આપ લે થતી હોય છે.

જયારે નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નગરસેવકો રોજબરોજના લોકોના પ્રશ્નોના નીરાકરણ માટે જાનના જોખમે નગરપાલિકાની લાપરવાહીના લીધે આ કામગીરી કરવા મજબુર હોય છે . આમ અગાઉ ધારાસભ્યો , મીનીસ્ટરો , પોલીસ વિભાગ કે મામલતદાર કચેરી તેમજ ડોકટરો અને તેમનો સ્ટાફ પણ ભોગ બને છે તેવું વિપક્ષનું કહેવું છે સમગ્ર બાબતે રજુઆત કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.

વિપક્ષની માંગણીઓ:

( ૧ ) નગરપાલિકાના બિલ્ડીંગના પ્રવેશતા દરેક વ્યકિતને કર્મચારી દ્વારા ટેમ્પરેચર ગની ચેક કરવામાં આવે તેમજ સેનીટાઈઝ કરવામાં આવે તેમજ હેન્ડવોશ કરવામાં આવે
( ૨ ) મારક કે રૂમાલ દ્વારા આવનારી વ્યકિતને ફરજીયાત અમલવારી કરવા જાણ કરવામાં આવે
( ૩ ) નગરપાલિકાના તમામ ફર્નીચર તેમજ દરેક બારણાના હેન્ડલને દિવસ દરમ્યાન બે વખત સેનીટાઈઝ કરવામાં આવે
( ૪ ) નગરપાલિકા બિલ્ડીંગને જરૂરી જગ્યાનો ઉપર દરરોજ સવારે સેનીટાઈઝ કરવામાં આવે
( ૫ ) તેમજ બિનજરૂરી લોકો કામ વગર નગરપાલિકા બિલ્ડીંગમાં એકત્રીત ન થાય તેની તકેદારી , રાખવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here