૨૭ તોલા સોનુ ઓરીજનલ મુદામાલ કી.રૂ.૭,૯૬,૦૬૦/- કબ્જે કરી ઘરફોડ ચોરી નો ગુનો વલભીપુર પોલીસે ડીટેકટ કર્યો

બ્રિજેશ ગૌસ્વામી
વલ્લભીપુર પોલીસમાં થયેલ ચોરીની ફરિયાદ આધારે રહેણાંકી મકાનમાંથી અલગ અલગ ૩૦ સોનાના ઘરેણા કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુનો ડીટેકટ કરવા આગળ ની તપાસ એમ.ડી.મકવાણા ચલાવતાં હોય અને અલગ અલગ શકમંદ ઇસમોની તપાસ કરવામા આવેલ અને લુણધરા ગામનો મયુરભાઇ વાધજીભાઇ કતપરા ઉવ.૨૫ વાળો આ ગુનો બનેલ ત્યારથી શંકાસ્પદ રીતે ગુમ હોય જેથી શંકાના આધારે ઉપરોકત ઇસમ ની તપાસ કરતાં મજકુર મહારાષ્ટ્રના પાલધર જીલ્લા નાલાસોપારા હાઇવે રોડ ઉપર આવેલ તુષાર ગેસ્ટહાઉસમાં રોકાયેલ હોવાની હકીકત મળતા.

વલભીપુર પોલીસના પ્રુથ્વીરાજસિહ રાયજાદા, રાજવીરસિહ જાડેજા, દીગ્વીજયસિહ ગોહીલ, ભુપેન્દ્રસિહ મોરી સહિત ટિમ શકમંદની તપાસમા મહારાષ્ટ્ર ગયેલ અને મજકુર આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા મજકુરે આ ગુનો આચરેલ હોવાની કબુલાત આપેલ અને આરોપી મયુર વાધજીભાઇ કતપરા ઉવ.૨૫ રહે,લુણધરા તા.વલ્લભીપુર વાળા ને વલ્લ્ભીપુર પો.સ્ટે.લાવેલ અને મજકુર પાસેથી ચોરીમા ગયેલ અલગ અલગ સોનાના ઘરેણા કુલ ૩૦ આર્ટીકલ જે ૨૭ તોલા સોનુ ઓરીજનલ મુદામાલ કી.રૂ.૭,૯૬,૦૬૦/- કબ્જે કરી આરોપીની ધરપકડ કરી વણશોધાયેલ ઘરફોડ ચોરી નો ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here