સિહોર ૧૮૧ મહિલા અભ્યમ ટીમેં મહિલાનો ઉજડતો સંસાર તૂટતા બચાવી લીધો : બન્ને પરિવારો વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા કરાવી

હરીશ પવાર
સિહોરની એક મહિલાનો ઉજડતો સંસાર તૂટતા ૧૮૧ ટીમે બચાવી લીધો છે સિહોર પોલીસ સ્ટેશનમાં સહભાગી થઈ અને મહિલાઓના પારાવરિક પ્રશ્નો ને સરળ અને સમજૂતી રૂપે સિહોરની ૧૮૧ મહિલા અભ્યમની ટીમ ખુબજ પ્રેરણાદાયી કામોથી અનેક પરીવાર ના સુલેહશાંતિ ભંગ થતા અટકાવ્યા છે..અને વિકટ પરિસ્થિતિ માં મહિલાઓ ને ધીરજપૂર્વક સમજાવટ થી પરિવાર તૂટતો બચાવવા નો મોટું પુણ્ય નું કામ આ મહિલા અભ્યમ કરી રહી છે..તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષા અંગે જે છેડતી.ચિલઝડપ. મહિલા ઉપર થતી અત્યાચાર.વિગેરે પ્રશ્નો નું નિરાકરણ માટે ખાસ ૧૮૧ મહિલા અભ્યમ ટીમે અનેક પ્રશ્નો ના સમજાવટ થી કેસો ને સમાધાન કરાવી સરાહનીય કામ કરી રહી છે વલ્લભીપુર તાલુકાના એક વિસ્તારમાં પરિણીતાને તેમના સાસરિયા પક્ષ દ્વારા હેરાનગતિ કરતા હોય.

જેથી મહિલા પિયરનીવાટ તરફ નીકળી ગયેલ.પરંતુ પરણીતા ને ૫ માસ નું બાળક હોઈ અને તેમનું બાળક સાસરિપક્ષ આપવા તૈયાર થતા ન હોય જેથી પરણીતા ને સૂઝબૂઝ સાથે માત્ર એક જ રસ્તો બાળક આપવામાં ૧૮૧ મહિલા અભ્યમ મદદરૂપ થઈ શકે જેથી ૧૮૧ ને ફોન કરતા સંપૂર્ણ માહિતી સાથે સિહોર ૧૮૧ મહિલા અભ્યમ ના કાઉન્સેલર વૈશાલીબેન સરવૈયા મહિલા પોલીસ કોન્સ્ટેબલ આરતીબા ગોહિલ પાયલોટ. પ્રકાશભાઈ ડાભી સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને પરણીતા ને તેમનું ૫ મહિના નું બાળક જે માતા કેમ વિખૂટું મૂકી ને જાય તે બાળક ૧૮૧ ના કાઉન્સેલર વૈશાલી બેન સરવૈયા દ્વારા સાસરિયાપક્ષ ને સમજાવી અને માતા બાળક વગર નું રુદન કરતી હતી. અને બાળક માતા વગર તરફડીયા મારતું હતું આ કરુણતા ને લઈ સાસરિયા પણ પોતાની ભૂલ સમજાઈ હતી.

અને બાળક પોતાની માતા ને ભેટો કરી દીધેલ .અને ૧૮૧ મહિલા ટીમે પરણીતા ના સાસરિયા પક્ષ ને પ્રેમ લાગણી અને સમજાવટ થી પરણીતા નો ઘરસંસાર તૂટતાં બચાવી લીધેલ અને રાજીખુશી સાસરિયા પક્ષ દ્વારા પરણીતા નું સુખદ સમાધાન કરાવી હવે હેરાન પરેશાન કરવામાં નહિ આવે અને કભી ગમ કભી ખુશી નું વાતાવરણ છવાઈ ગયું હતું જેનો તમામ શ્રેય સિહોર ૧૮૧ મહિલા અભ્યમ ને આભારી છે આવા અનેક કેસો નું સુખદ સમાધાન કેસ કબાડાથી નહીં પણ એક પ્રેમ લાગણી સમજાવટ થી થઈ શકે..મહિલા નું દુઃખ મહિલા જ જાણી શકે તે માટે આ સરકાર નો અભિગમ એકદમ સફળ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here